પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનની કેટલીક અજાણી વાતો…
અમદાવાદઃ ઉસ્તાદ ઝાકિર હુસૈન એક ભારતીય તબલા નિષ્ણાત, સંગીતકાર, પર્ક્યુશનિસ્ટ અને સંગીત નિર્માતા છે. 9 માર્ચ 1951ના રોજ જન્મેલા ઝાકિર હુસૈન તબલાવાદક ઉસ્તાદ અલ્લાહ રખાના મોટા પુત્ર છે. 1988માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા અને 2002માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણ મળ્યો હતો. ત્યારબાદ વર્ષ 2023માં તેમને પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો. તેમને 1990માં સંગીત નાટક અકાદમી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા, જે નેશનલ એકેડેમી ઓફ મ્યુઝિક, ડાન્સ એન્ડ ડ્રામા ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત 1999માં તેમને યુનાઇટેડ સ્ટેટ્સ નેશનલ એન્ડોમેન્ટ ફોર ધ આર્ટ્સ નેશનલ હેરિટેજ ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી, જે પરંપરાગત કલાકારો અને સંગીતકારોને આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર છે. આવો જાણીએ તેમની સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો…
આ પણ વાંચોઃ ઉસ્તાદ ઝાકિર હુસૈને સંગીત જ નહીં, અભિનયમાં પણ હાથ અજમાવ્યો હતો
– ઝાકિર હુસૈનનું મૂળ કુટુંબનું નામ કુરેશી છે, પરંતુ તેમને હુસૈન અટક આપવામાં આવી હતી.
– તેણે 7 વર્ષની ઉંમરે પોતાનો પહેલો કોન્સર્ટ કર્યો હતો અને 11 વર્ષની ઉંમરે વિદેશ પ્રવાસ શરૂ કર્યો હતો.
– ઝાકિર હુસૈને 1989માં ‘હીટ એન્ડ ડસ્ટ’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેણે આ ફિલ્મમાં માત્ર અભિનય જ નથી કર્યો, પરંતુ તેના માટે સંગીત પણ આપ્યું હતું.
આ પણ વાંચોઃ પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનની કેટલીક અજાણી વાતો…
– ઓલ-સ્ટાર ગ્લોબલ કોન્સર્ટમાં ભાગ લેવા માટે 2016માં ભૂતપૂર્વ યુએસ પ્રેસિડેન્ટ બરાક ઓબામા દ્વારા વ્હાઇટ હાઉસમાં આમંત્રિત કરાયેલા તેઓ પ્રથમ ભારતીય સંગીતકાર હતા.
– ઝાકિર હુસૈને 1978માં ઈટાલિયન અમેરિકન કથક ડાન્સર એન્ટોનિયા મિનેકોલા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે પુત્રીઓ છે.
– હુસૈન કહે છે કે તે પ્રાઈવેટ ફંક્શન, કોર્પોરેટ ઈવેન્ટ્સ કે વેડિંગમાં નથી વગાડતા, એવું માનીને કે જ્યાં લોકો સોશિયલાઈઝ કરવા આવે છે, દારૂ પીવે છે અથવા ખાવાનો આનંદ માણે છે ત્યાં સંગીત સાંભળવું જોઈએ નહીં.