January 16, 2025

ઓવલ ઇન્વિન્સીબલ્સે સતત બીજી વખત The Hundred ટ્રોફી જીતી

The Hundred Men’s: ઈંગ્લેન્ડમાં મેન્સની ચોથી સિઝનની ફાઈનલ મેચ લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓવલ ઈન્વિન્સીબલ્સ અને સધર્ન બ્રેવની ટીમ વચ્ચે મુકાબલો થયો હતો. આ મેચમાં દરમિયાન ઓવલ ઈન્વિન્સીબલ્સનો દબદબો જોવા મળ્યો હતો. કેપ્ટન સેમ બિલિંગ્સના નેતૃત્વમાં સતત બીજી વખત ટીમ ટ્રોફી જીતવામાં સફળ રહી છે.

મહત્વની ભૂમિકા ભજવી
ફાઈનલ મેચમાં ઓવલ ઈન્વિન્સીબલ્સ ટીમે પ્રથમ બેટિંગ કરતા 100 બોલમાં 9 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા તો સધર્ન બ્રેવ ટીમ 100 બોલમાં 130 રન સુધી પહોંચાડવામાં સફળ રહી હતી. સધર્ન બ્રેવ ટીમ 148 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરી ત્યારે તેમની શરુઆત ખુબ સારી જોવા મળી હતી. એલેક્સ ડેવિસ અને જેમ્સ વિન્સની જોડીએ 58 રનની શાનદાર ભાગીદારી કરી હતી. શાકિબ મહમૂદ અને એડમ ઝમ્પાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.નાથન સ્વેટર અને વિલ જેક્સે પણ 1-1 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: આવી ગઈ છે ‘લેડી બુમરાહ’, વીડિયો થયો વાયરલ

અદ્દભૂત પ્રદર્શન કર્યું
આ મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલા વિલ જેક્સે 22 બોલમાં 37 રનની ઇનિંગ રમ્યો હતો. જોર્ડન કોક્સ અને સેમ કુરન 25-25 રન બનાવવામાં સફળ રહ્યા હતા. આ સિવાય ઈનિંગના અંતે બેટિંગ કરવા આવેલા ટોમ કુરેને માત્ર 11 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા. ટોમ લેમોનબીએ 9 બોલમાં 16 રન બનાવવામાં સફળ રહ્યો હતો. સધર્ન બ્રેવ ટીમ તરફથી અકીલ હુસૈન અને ટાઇમલ મિલ્સે 3-3 વિકેટ લીધી હતી.