December 19, 2024

મુફ્તી સલમાન અઝહરીના કાર્યક્રમ માટે આયોજકોએ ગેરકાયદેસર રીતે મંજૂરી લીધી !

MUFTI - NEWSCAPITAL

મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ જૂનાગઢમાં આપેલા ભડકાઉ ભાષણ મામલે નવો વળાંક આવ્યો છે. જૂનાગઢમાં આયોજિત મૌલનાના કાર્યક્રમની મંજૂરી બે આયોજકોએ ગેરકાયદેસર રીતે લીધી હોવાનું સામે આવ્યું છે. મૌલાના વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવાના મામલે ગુજરાતમાં જૂનાગઢ અને કચ્છ એમ બે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયેલી છે. મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ ભડકાઉ ભાષણ અને સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવા બદલ ફરિયાદ નોંધાઈ છે.

બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરી કાર્યક્રમની મંજૂરી મેળવી

મૌલાના સલમાન આઝહરીના કાર્યક્રમનું જે સ્થળ પર આયોજન કરવામાં આવ્યું હતું તે સ્થળની મંજૂરીને લઈને નરસિંહ વિદ્યા મંદિરના આચાર્યએ પોલીસ વડાને પત્ર લખ્યો હતો જે બાદ પોલીસે કાર્યવાહી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પત્ર મુજબ, ધાર્મિક કાર્યક્રમ અંગે મેદાન માટેની મંજૂરી લેવામાં આવી ન હતી. આ કાર્યક્રમના બે આયોજકોએ બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરીને મામલતદાર કચેરીમાંથી કાર્યક્રમની મંજૂરી મેળવી હતી. હવે સમગ્ર મામલે પોલીસ વધુ ત્રણ કલમો ઉમેરી બંને આયોજકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આયોજકો વિરુદ્ધ આઇપીસી 447,465,471 ઉમેરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.ATS - NEWSCAPITAL

આ પણ વાંચો : Gujarat : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાં આટલા કરોડ વપરાયા જ નહી !

મૌલાનાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવાના કેસમાં મૌલાના સલમાનને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ચુસ્ત પોલીસ બંધોબસ્ત વચ્ચે મૌલાના સલમાનને કોર્ટમાં રજૂ કરાયો હતો. મૌલાના સલમાન અઝહરી વિરૂદ્ધ તાજેતરમાં જૂનાગઢ, હુગલી, ઘાટકોપર, સામખિયાળીમાં ભડકાઉ ભાષણ મામલે ગુનો નોંધાયો છે. ગઇકાલે કોર્ટે મૌલનના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગુજરાતમાં મૌલાનાએ મોડાસા, કરછ અને બાદમાં જૂનાગઢમાં કાર્યક્રમ કર્યા હતા. તો આગામી 14મી ફેબ્રઆરીના રોજ મૌલાના મોરબીમાં એક કાર્યકમ હાજરી આપવાનો હતો. મૌલાનાએ વ્યસન મુક્તિ કાર્યકમમાં જૂનાગઢ પાકિસ્તાનમાં સામેલ ન થયું હોવાનું આડકતરી રીતે ભાષણ કર્યું હતું. મૌલાના મૂળ કર્ણાટકનો છે અને મુંબઈમાં અમૃત કો. ઓપરેટિવ સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. મૌલાનાએ વર્ષ 2008 થી 2011 સુધી ઇમસ્લામનો અભ્યાસ ઇજિપ્તમાં કર્યો હતો.