February 15, 2025

સ્વિગીથી ખાવાનું મંગાવવું હવે મોંઘું પડશે, આ છે કારણ

Swiggy Extra Charges: ભૂખ લાગી છે? હાલો સ્વિગી કરી લઈએ. ટિફિન નથી લાવ્યા ઓફિસમાં હાલો સ્વિગી કરી લો.. કદાચ હવે તમને આવું નહીં સંભળાય. તેનું કારણ એ છે કે સ્વિગીએ રેસ્ટોરન્ટ ભાગીદારો પર વધારાની 2% ફી લાદવાનો નિર્ણય કર્યો છે. આવું કરવાથી રેસ્ટોરન્ટ માલિકોના ખર્ચમાં વધારો થશે. આવું કરવાથી ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થવાની સંભાવનાઓ ચોક્કસ છે.

આ પણ વાંચો: Vi વધારશે ટેલિકોમ કંપનીઓનું ટેન્શન, આ મહિને 5G સેવા શરૂ થશે

સ્વિગીએ ઇમેઇલ મોકલ્યો
એક રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે સ્વિગીએ 4,000 રેસ્ટોરન્ટ માલિકોને એક ઇમેઇલ મોકલ્યો છે. જેમાં ચાર્જ વધારવાની માહિતી અપાઈ હતી. સ્વિગી સ્ટોરન્ટ્સ પાસેથી 15% થી 22% કમિશન લે છે. જેમાં GSTનો પણ સમાવેશ થાય છે. આવુ કરવાથી રેસ્ટોરન્ટ માલિકોઓને પ્લેટફોર્મને 2% વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. રેસ્ટોરાં તેમના નુકસાનને પહોંચી વળવા માટે ખોરાક મોંઘો કરશે.