રાજ્યના 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ
Gujarat Weather Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ત્યાં જ આજ સવારથી જ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં મેઘરાજા ધમધોકાર વરસી રહ્યા છે. ત્યાં જ હવે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આજે 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવમાં આવ્યું છે. ત્યાં જ આણંદ,વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં પણ પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ છુટોછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
આ પણ વાંચો: IAS કોચિંગ સેન્ટર સામે MCDની મોટી કાર્યવાહી, HCમાં પહોંચ્યો મામલો
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા પ્રમાણે, હાલ સિયર ઝોન અને મોન્સૂન ટ્રફ એમ બે સક્રિય સિસ્ટમ છે. અમદાવાદમાં લાઈટ ટુ મોડરેટ વરસાદ ની આગાહી કરવાાં આવી છે. સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
30 જુલાઈ માટે આગાહી
30 જુલાઈએ કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ અપાયું છે. ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ જ્યારે દરિયાઈ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયું છે.