Olympicsના ઈતિહાસમાં પહેલીવાર આવી ઓપનિંગ સેરેમની થશે
Olympics 2024: ફ્રાન્સની રાજધાની પેરિસ ઓલિમ્પિક 2024 માટે સંપૂર્ણ રીતે તૈયાર જોવા મળી રહી છે. આ વખતે ઓલિમ્પિક ગેમ્સમાં 10,500 ખેલાડીઓ ભાગ લેવાના છે. પેરિસમાં આ તમામ ખેલાડીઓની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વખતની ઓપનિંગ સેરેમની ખુબ ખાસ જોવા મળી રહી છે. ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનો આ સમારંભ ખુબ ખાસ અને અનોખો જોવા મળશે. આખી દુનિયાની નજર ઓલિમ્પિક ઓપનિંગ સેરેમની પર જોવા મળી રહી છે. ફ્રાન્સ તેને ખાસ બનાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે.
ઉદઘાટન સમારંભ શા માટે ખાસ છે?
પેરિસ ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારોહ કોઈપણ સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવશે નહીં. પેરિસ ઓલિમ્પિકમાં ઘણી નવી વસ્તુઓ જોવા મળશે કે જે અત્યાર સુધી કયારે પણ જોવા મળી નથી. કારણ કે આ સમારંભ શહેરમાં આવેલી સીન નદીના કિનારે યોજવામાં આવશે. અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં આવું કયારે પણ બન્યું નથી.
આ પણ વાંચો: IND Vs SL: ટીમ ઈન્ડિયાને શ્રીલંકા પ્રવાસ પહેલા નવા બોલિંગ કોચ મળ્યા
પરેડ યોજાશે
ઓલિમ્પિક્સ શરૂ થાય તે પહેલાં, રમતવીરો શરૂઆતના સમારોહ દરમિયાન તેમના દેશના ધ્વજ સાથે પરેડ કરશે. હવે તમને સવાલ એ થતો હશે કે આ આયોજન નદીના કિનારે કરવામાં આવ્યું છે તો કેવી રીતે ત્યાં પરેડ થશે. તો તમને જણાવી દઈએ કે નદી પર ખેલાડીઓની પરેડનું આયોજન કરવામાં આવશે, જેમાં દરેક દેશ માટે બોટ હશે. આ બોટ કેમેરાથી સજ્જ હશે જેથી કરીને ટેલિવિઝન અને ઓનલાઈન દર્શકો એથ્લેટ્સને નજીકથી જોઈ શકે. આ પરેડ સીન નદી થઈને પૂર્વથી પશ્ચિમ સુધી 6 કિલોમીટર સુધી ચાલશે.