December 24, 2024

ફ્રી આધાર અપડેટ માટે થોડા દિવસો બાકી, ખર્ચાથી બચવું હોય તો જાણી લો અપડેટ પ્રક્રિયા

Free Aadhaar Update: આજના સમયમાં આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. તમારે શાળામાં એડમિશન લેવું હોય, ક્યાંક નોકરી કરવી હોય, બેંક ખાતું ખોલાવવું હોય કે કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હોય. આજે દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે. જો આધાર કાર્ડમાં તમારી કોઈપણ વિગતો ખોટી હોય તો તે મોટી સમસ્યા ઊભી કરી શકે છે. જો તમારા આધાર કાર્ડમાં કોઈ પ્રકારની ભૂલ છે અને તમે તેને સુધારવા માંગો છો તો તમારા માટે આ કામની ખબર છે. તમારી પાસે મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની મોટી તક છે. જો કે, તમારી પાસે આ માટે માત્ર થોડા દિવસો બાકી છે.

તમને જણાવી દઈએ કે જો તમે તમારું આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરવા માંગો છો તો તમારી પાસે 14 સપ્ટેમ્બર સુધીનો સમય છે. જો તમે 14 સપ્ટેમ્બર પછી આધાર કાર્ડ અપડેટ કરો છો, તો તમારે તેના માટે ચૂકવણી કરવી પડશે. UIDAI દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ મફત આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2024 છે. આ તારીખ પછી યુઝર્સને 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

માત્ર ઓનલાઈન મોડ માટે ટાઈમ લિમિટ
જો તમારું આધાર કાર્ડ 10 વર્ષથી વધુ જૂનું છે તો તમારે તેને તાત્કાલિક અપડેટ કરવું જોઈએ. સરકાર તરફથી પણ આ અંગે સતત અપીલ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે મફત આધાર અપડેટની સમય મર્યાદા માત્ર ઓનલાઈન મોડ માટે છે. જો તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માટે આધાર કેન્દ્ર પર જાઓ છો તો તમારે આ માટે 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. ચાલો અમે તમને જણાવીએ કે તમે કેવી રીતે આધાર ઓનલાઈન અપડેટ કરી શકો છો.

આ પણ વાંચો: Paris 2024 પેરાલિમ્પિકની આજથી શરૂઆત, આ છે ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ

આ રીતે આધાર કાર્ડ અપડેટ કરો

  1. આધાર અપડેટ કરવા માટે UIDAI ની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in ની વિઝિટ કરો.
  2. હવે તમારે MY Aadhaar સેક્શનમાં જવું પડશે.
  3. માય આધાર વિભાગમાં તમારે ડ્રોપ ડાઉન મેનૂમાં ‘Update Your Aadhaar’ પર ક્લિક કરવું પડશે.
  4. હવે તમારે આધાર નંબર, કેપ્ચા વેરિફિકેશન કોડ નાખવો પડશે ત્યારબાદ તમારે રજિસ્ટર્ડ નંબર પર Send OTP પર ક્લિક કરવાનું રહેશે.
  5. તમારે UIDAI દ્વારા મોકલવામાં આવેલા OTPની મદદથી તમારા મોબાઈલ નંબર પર લોગિન કરવું પડશે.
  6. હવે તમે આ વિભાગમાં ડેમોગ્રાફિક માહિતી નજર આવશે. તમે તેમાં ફેરફાર કરી શકો છો.
  7. વિગતોમાં ફેરફાર કર્યા પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરતા પહેલા દસ્તાવેજો અપલોડ કરવા પડશે.
  8. સબમિટ બટન પર ક્લિક કર્યા પછી તમારા રજિસ્ટર્ડ નંબર પર અપડેટની રિક્વેસ્ટ આઈડી મોકલવામાં આવશે. આ આઈડીની મદદથી તમે સ્ટેટસને પછીથી ટ્રેક કરી શકો છો.