માત્ર 13 વર્ષની અલૌકિકા જેબલિયાએ ‘MALLIKA KAUR’S HIDDEN ADVENTURE’ બુક પ્રકાશિત કર્યું
અમદાવાદ: ટેક્નોલોજી અને ઈન્ટરનેટના આ યુગમાં એકબાજુ બાળકો પુસ્તકો વાંચવાની જગ્યાએ મોબાઈલ-લેપટોપ અને રમતમાં વધારે વ્યસ્ત જોવા મળતા હોય છે, ત્યાં 13 વર્ષની અલૌકિકા જેબલિયાએ એક પુસ્તક લખીને એક લેખિકા તરીકે પોતાને સાબિત કરી છે. માત્ર 13 વર્ષની અલૌકિકા જેબલિયા નામની આ બાળકીએ ‘MALLIKA KAUR’S HIDDEN ADVENTURE’ પુસ્તક અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બુક ફેરમાં પ્રકાશિત કર્યું છે.
13 વર્ષીય અલૌકિકાને પુસ્તક લખવાનો વિચાર કેમ આવ્યો તે જણાવતા કહ્યું કે, ‘મેં વિચાર્યું કે બાળકો દ્વારા બનાવેલ બાળકો માટેનું પુસ્તક બીજાને જાતે લખવા માટે પ્રેરણા આપશે.’ અલૌકિકાએ હંમેશા પુસ્તક લખવાનું સપનું જોયું છે. ‘MALLIKA KAUR’S HIDDEN ADVENTURE’ના પુસ્તક મલ્લિકા નામની રૌષ્નિ રાજ્યની એક રાજકુમારીની વાર્તા છે. રાજકુમારી મલ્લિકા 12 વર્ષની સામાન્ય અને સાહસિક છે. રાજકુમારીના પરિવારમાં માતા અને ભાઈ છે. તેણી જંગલમાં જઇને જાદુઇ પાવર શીખ્યો હતો. વધુમાં અલૌકિકા જણાવ્યું કે, આ બુક બાદ હવે પોતાના જન્મદિવસ (20 ડિસેમ્બર)ના દિવસ પછી અન્ય બીજી એક બુક લખવાની તૈયારી કરી લીધી છે. તેણીને વાંચન ગમે છે, તેથી તેણીએ વિચાર્યું, શા માટે હું એક લખવાનો પ્રયાસ ન કરું? આ પુસ્તક લખતી વખતે અલૌકિકાને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેના માતા અને પિતાએ હંમેશા તેણીને તેના શ્રેષ્ઠ સ્વ બનવા માટે કહ્યું હતું. આ પહેલા અલૌકિકાએ ‘બ્રિબુક ધ ગર્લ કલ્કી’ પર એક પુસ્તક લખ્યું હતું, પરંતુ તે માત્ર 20 પાનાનું પુસ્તક હતું.
ઉલ્લેખનીય છે કે, પુસ્તક પ્રેમીઓ માટે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનો બુક ફેર યોજાયો છે. સીએમ ભુપેન્દ્ર પટેલે બુક ફેર ખુલ્લો મૂક્યો છે. ભારત સરકાર, ગુજરાત સરકાર અને અમદાવાદ મહાનગર પાલિકા સંયુક્ત આ બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાંથી અલગ અલગ પ્રકાશકોએ બુક ફેરમાં ભાગ લીધો છે. આજથી 8 ડિસેમ્બર સુધી નવ દિવસ આ બુક ફેર ચાલશે. આંતરરાષ્ટ્રીય કક્ષાનો બુક ફેરમાં 147 પ્રદર્શકોના 350 સ્ટોલ છે. અંદાજીત 3 લાખ 25 હજાર સ્ક્વેરફૂટ બુકફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના લેખકો બાળકો સાથે સંવાદ પણ કરશે.