December 22, 2024

Online Payment Fraudના કેસમાં મોટો વધારો, RBIએ જાહેર કર્યો ડેટા

Payment Fraud: આજના સમયમાં મોટા ભાગના લોકો ઓનલાઈન પેમેન્ટ કરે છે. ઓનલાઈન પેમેન્ટ ફ્રોડના કેસમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. ભારતીય રિઝર્વ બેંકે ગત નાણાકીય વર્ષમાં થયેલી છેતરપિંડીનો ડેટા શેર કર્યો છે. જેમાં ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેટલા દર સાથે UPI પેમેન્ટની સંખ્યામાં વધારો થયો છે, તેટલી જ માત્રામાં ઓનલાઈન છેતરપિંડીના કેસ પણ તે જ દરે વધ્યા છે.

પેમેન્ટ ફ્રોડના કેસમાં વધારો
ભારતમાં ડિજિટલ પેમેન્ટ ફ્રોડના કેસો મોટી માત્રમાં વધારો થયો છે. ભારતીય રિઝર્વ બેંકે એક ડેટા થકી આ માહિતી આપી છે. તમે આ રિપોર્ટના આંકડા જોઈને ચોંકી જશો. રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે વર્ષ 2023-24માં ઓનલાઈન પેમેન્ટ ફ્રોડના કેસમાં આગલા વર્ષ કરતા 5 ગણો વધારો થયો છે. સાયબર ફ્રોડ કરનારાઓએ 14.57 અબજ રૂપિયા એટલે કે 1457 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.

સાયબર છેતરપિંડીનું લક્ષ્ય
ડિજિટલ પેમેન્ટની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેની સામે છેતરપિંડીના આંકડાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજના સમયમાં ભારત ડિજિટલ પેમેન્ટનું પાવરહાઉસ બની ગયું છે. મોબાઇલ ફોનથી તરત જ પૈસાની લેવડદેવડ થઈ જાય છે. ભારતમાં UPI દ્વારા 200 ટ્રિલિયન રૂપિયાના વ્યવહારો થયા છે. આ રેકોર્ડ ભારતે બનાવ્યો છે. રિઝર્વ બેંક લોકોને જાગૃત કરવા માટે વિવિધ ઝુંબેશ પણ ચલાવી છે. એમ છતાં સાયબર ક્રાઈમના કેસમાં ઘટાડો થઈ રહ્યો નથી.

આ પણ વાંચો: આ દેશમાં Google Pay કામ નહીં કરે, કંપનીએ આપ્યું કારણ

આ બાબતોનું ધ્યાન રાખો
ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે, તમારું કાર્ડ, બેંક એકાઉન્ટ સહિતની અંગત માહિતી કોઈ ને પણ શેર કરો નહીં. તમારા ફોનમાં કોઈ OTP આવે છે તો તેને કોઈને પણ શેર કરશો નહીં. કોઈ અજાણ્યા નંબર પરથી તમને કોલ અને મેસેજ આવે છે તો તેણે અવગણો. તમને કોલ કે મસેજ કરીને કોઈ ભેટ અથવા ઈનામ આપે છે તો તેને અવગણો. તમારી અંગત માહિતી કોઈ સાથે ભૂલથી પણ શેર કરશો નહીં. તમને કોઈ લિંક ઈમેલમાં કે પછી ટેક્સ મેસજમાં મોકલવામાં આવે છે તો તેના પર ભૂલથી પણ ક્લિક કરશો નહીં.