December 29, 2024

જો તમે ટાલ પડવાની સમસ્યાથી પરેશાન છો તો ડુંગળીના રસનો આ રીતે કરો ઉપયોગ

Onion Juice For New Hair: આજકાલ દરેક વ્યક્તિ વાળ ખરવાથી પરેશાન છે. વાળ ખરવાની સમસ્યા આગળ જઈને ટાલ પડવાની સમસ્યા લાવી શકે છે. વાળમાં ટાલ પડવાની સમસ્યા ઘણા લોકોને આજના સમયમાં જોવા મળે છે. ટાલ પડવાથી બચવા માટે તમારા વાળમાં ડુંગળીનો રસ લગાવો. તેનાથી વાળ સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થશે. ડુંગળીનો રસ લગાવવાથી વાળ ખરતા ઓછા થાય છે. આ સાથે તમને નવા વાળ પણ આવવા લાગશે.

ડુંગળીનો રસ કેવી રીતે કાઢવો
ડુંગળીનો રસ કાઢવા માટે તમારે 2-3 મોટા કદની ડુંગળી લેવી પડશે. હવે તેને તમારે છોલીને કાપવાની રહેશે. . ડુંગળીને હવે તમારે બ્લેન્ડરમાં પીસવાની રહેશે. હવે તેને કપડાની મદદથી નિચોવી દો અને એક વાટકીમાં કાઢી લો. બંને તો લાલ ડુંગળીનો ઉપયોગ કરો.

આ પણ વાંચો: ફણગાવેલા મગને સવારે ખાલી પેટ ખાઓ, થશે આ ફાયદાઓ

ડુંગળીનો રસ વાળમાં લગાવવાની રીત
ડુંગળીનો રસ લગાવતા પહેલા તમારે એ જાણી લેવું જરૂરી છે કે તમને કોઈ પ્રકારની એલર્જી છે કે નહીં. જો તમને કોઈ પ્રકારની સમસ્યા ના હોય તો તમે માથાની ચામડી પર લગાવી શકો છો. વાળને પહેલા શેમ્પૂથી ધોઈ લો અને સારી રીતે વાળને સુકાવી દો. હવે ડુંગળીનો રસ માથાની ચામડી અને વાળના ફોલિકલ્સ પર લગાવો. હવે ડુંગળીનો રસ લો અને તેને વાળ અને માથાની ચામડી પર સારી રીતે લગાવો.

હળવા હાથે માલિશ કરો
માથાના ભાગમાં તમારે આ રસને લગાડીને 5-10 મિનિટ માલિશ કરવાનું રહેશે. આવું કરવાથી તમારા રક્ત પરિભ્રમણમાં સુધારો આવવા લાગશે. આ રસ લગાડીને તમારા વાળને અંદાજે 30 મિનિટ સુધી લગાવવાનો રહેશે. ડુંગળીના રસમાં વધારે ગંધ આવે છે જેના કારણે તમારે શાવર કેપ લગાવી શકો છો. હવે 30 મિનિટ પછી તમારે વાળને શેમ્પૂથી ધોઈ લેવાના રહેશે.