February 24, 2025

વાળ ખરતા રોકવા માટે બનાવો આ રીતે ડુંગળી અને કાળા તલનું જાદુઈ તેલ

Hair Fall Control: હાલના સમયમાં પ્રદૂષણ અને તણાવના કારણે વાળ ખરવાની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. જો તમારા પણ વાળ ખરવા લાગ્યા છે, તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને એક પ્રાકૃતિક ઉપાય જણાવી રહ્યા છીએ. જે તમારા વાળ ખરવાનું રોકી શકે છે અને નવા વાળ ઉગાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

ડુંગળી અને કાળા તલ વાળ માટે કેમ ફાયદાકારક છે?
ડુંગળીમાં એન્ટીઑકિસડન્ટ તત્વો હોય છે, જે વાળના ગંજાપનને રોકવામાં અને વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. કાળા તલમાં રહેલા ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ વાળની વૃદ્ધિમાં સહાય કરે છે. મેથીના દાણામાં રહેલા પ્રોટીન અને લેસીથિન ખોપરીના આરોગ્ય માટે ઉત્તમ છે. લીમડાના પાનમાં વિટામિન બી અને વિટામિન સી હોય છે, જે વાળના મૂળને પોષણ આપીને તેમને તંદુરસ્ત રાખે છે.

આ પણ વાંચો: દહીં અને ચણાના લોટની પેસ્ટથી થશે ચહેરાને આટલા ફાયદાઓ

કેવી રીતે બનાવશો આ તેલ
એક પેન લો અને 1 કપ નારિયેળ તેલ ધીમા તાપે ગરમ કરો. હવે એક નાની ડુંગળી સમારીને તેલમાં નાખી દેવી, અને તેને સરસ આછા સોનેરી રંગનું થાય ત્યાં સુધી શેકી લો. પછી 7-8 લીમડાના પાન નાખો, સાથે 1 ચમચી કાળા તલ અને 1 ચમચી મેથીના દાણા ઉમેરો. હવે બધી વસ્તુઓને 5 મિનિટ સુધી ધીમા તાપે શેકો જેથી બધું સરસ મિક્સ થઈ જાય. ગેસ બંધ કરો અને તેલ ઠંડું થવા દો. એકવાર ઠંડું થઈ જાય તો તેને ગાળી લો અને એરટાઈટ બોટલમાં સ્ટોર કરી દો. બસ, તૈયાર છે તમારું ઘરેલું જાદૂઈ તેલ!