January 18, 2025

વન નેશન-વન ઈલેક્શન બિલ સંસદમાં રજૂ થશે! કેન્દ્ર સરકાર શિયાળુ સત્રમાં જ લાવી શકે છે

One Nation One Election Bill: સરકાર વન નેશન વન ઇલેક્શન માટે તૈયાર છે અને સંસદના શિયાળુ સત્રમાં બિલ રજૂ કરી શકે છે. કેબિનેટે વન નેશન વન ઇલેક્શન પર રામનાથ કોવિંદ કમિટીના રિપોર્ટને પહેલા જ મંજૂરી આપી દીધી છે. સૂત્રોએ જણાવ્યું કે સરકાર હવે બિલ પર સર્વસંમતિ બનાવવા માંગે છે અને તેને વિગતવાર ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ અથવા જેપીસીને મોકલી શકે છે.

સુત્રો અનુસાર, JPC તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રક્રિયામાં અન્ય હિતધારકોને પણ સામેલ કરવામાં આવશે. દેશભરના બૌદ્ધિકોની સાથે તમામ રાજ્યોની વિધાનસભાઓના સ્પીકરોને પણ બોલાવી શકાય છે. સામાન્ય લોકોના અભિપ્રાય પણ લેવામાં આવશે.

એક દેશ એક ચૂંટણી બિલ સંસદમાં કેવી રીતે પસાર થશે?
સર્વસંમતિની ગેરહાજરીમાં, વર્તમાન વ્યવસ્થાને બદલવી અત્યંત પડકારજનક રહેશે. એક દેશ એક ચૂંટણી યોજનાને લાગુ કરવા માટે, બંધારણમાં સુધારો કરવા માટે ઓછામાં ઓછા છ બિલ રજૂ કરવા પડશે અને સરકારને સંસદમાં બે તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે.