January 22, 2025

કમળ અને અપક્ષ પર ‘ગુલાબ’ પડશે ભારે, કમળના મૂળિયાં ઉખેડી ફેંકવાના છે – ગુલાબ સિંહ

Banaskantha: બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેનું મતદાન થઇ રહ્યું છે. વહેલી સવારથી મતદાતાઓ મતદાન મથક પહોંચી ગયા છે. ત્યારે આ વચ્ચે ફરી એક વખત વાવ પેટાચૂંટણીના કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહનું નિવેદન સામે આવ્યું છે. ગુલાબ સિંહે કહ્યું છે કે કમળના મૂળિયાં ઉખેડી ફેંકવાના છે. તેમજ કમળ અને અપક્ષ પર ગુલાબ ભારે પડશે.

વાવમાં પેટા ચૂંટણીને લઈને મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ ઉમેદવાર પણ સવારથી ઢીમ વિસ્તારની મુલાકાતે છે. આ વચ્ચે તેમનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે નિવેદન આપતા કહ્યું છે કે, કમળના મૂળિયાં ઉખેડી ફેંકવાના છે. તેમજ કમળ અને અપક્ષ પર ગુલાબ ભારે પડશે.

વધુમાં કહ્યું છે કે બીજેપીને જરૂર હોઈ ત્યારે માવજીભાઈના પગ પકડે છે. સવારથી હું ઢીમાંથી ફરી રહ્યો છું લોકોમાં ઉત્સાહ છે. કમળ અને અપક્ષ પર ગુલાબ ભારે પડશે. ઉલ્લેખનીય છે કે વાવ બેઠકને લઈને વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું છે. આ પહેલા પણ ગુલાબ સિંહે જણાવ્યું હતું કે, તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે કરી અપીલ છે. સાથે જ ગુલાબસિંહ રાજપૂતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: બનાસકાંઠા: વાવના ભાખરી ગામે EVM ખોટવાયું, EVM ખોટવાતા મતદારો રાહ જોઇને બેઠા 

વાવ વિધાનસભામાં 3.10 લાખ જેટલા મતદાતાઓ છે જેમાં 77,694 જેટલા ઠાકોર મતદાતાઓ ,47,107 જેટલા પટેલ-ચૌધરી મતદાતાઓ,25,995 રબારી મતદાતાઓ,39,260 જેટલા અનુસૂચિત જાતિના મતદાતાઓ તેમજ19,640 જેટલા રાજપૂત મતદાતાઓ નિર્ણાયક ભૂમિકા ભજવશે…30 ટકા મતદારો ઠાકોર સમાજના છે જ્યારે 17% ચૌધરી પટેલ સમાજના છે 12% દલિત સમાજના છે નવ ટકા બ્રાહ્મણ સમાજના છે અને 9 ટકા રબારી સમાજના છે.