વઢવાણમાં વધુ એક ચાંદીપુરા વાયરસનો કેસ, અન્ય એક બાળકનું મોત: કુલ 6 કેસ
વિજ્ય ભટ્ટ, સુરેન્દ્રનગર: રાજ્યમાં છેલ્લા કેટલાંક સમયથી ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા વધી ગઈ છે. ત્યારે રાજ્યમાં રોજ નવા કેસ સામે આવી રહ્યા છે. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર ગણાતા સુરેન્દ્રનગરમાં ચાંદીપુરાનો વધુ એક કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી ગામે દસ વર્ષના બાળકને ચાંદીપુરાનો પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આરોગ્ય વિભાગની 35થી વધુ ટીમ દ્વારા વસ્તડી ગામમાં સર્વે તેમજ તેમજ દવા છંટકાવ સ્કૂલો અને આંગણવાડીમાં હાથ ધરવામાં આવ્યો.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે, તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. વઢવાણ તાલુકાના વસ્તડી ગામે 10 વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસનો પોઝિટિવ રિપોર્ટ આવતા તંત્ર દોડતું થયું છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વસ્તડી ગામ સહિત આસપાસના વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ દવા અને ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વધુમાં આરોગ્ય વિભાગના સુપરવાઇઝર આર. એ. વારીયાએ જણાવ્યું છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુર એક બાળકનું મોત નીપજ્યું છે ત્યારે 6 વધુ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે. ત્યારે તંત્ર દ્વારા સર્વે તેમજ દવા અને ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે આરોગ્ય વિભાગની 35 થી વધુ ટીમ દ્વારા વઢવાણ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડી અને સ્કૂલોમાં પણ દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી છે.