January 19, 2025

Covaxin આડઅસરના મામલે Covishieldનો બાપ નીકળી, દર 3 માંથી 1 વ્યક્તિ બીમાર

Side effects of Covaxin: કોરોનાવાયરસ મહામારી (Coronavirus pandemic)નો ખતરો બેશક ઓછો થઇ ગયો છે પરંતુ તેનાથી બચવા માટે જે વેક્સિન લગાવવામાં આવી હતી, તેમાં ગંભીર સાઇડ ઇફેક્ટસ હવે સામે આવી રહ્યા છે. તાજેતરમાંજ કોવિશિલ્ડના દુષ્પ્રભાવ (Covishield side effect)ની ખબરો સાંભળવા મળી હતી, હવે ખબર છે કે કોવેક્સિ (Covaxin)ના પણ કેટલાક ગંભીર દુષ્પરિણામ સામે આવ્યા છે.

Covaxin એ ભારતીય કંપની ભારત બાયોટેક દ્વારા વિકસિત કોવિડ-19 રસી છે. TOIની એક રિપોર્ટ અનુસાર, તાજેતરમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે લગભગ એક તૃતીયાંશ એટલે કે કોવેક્સિન લેતા દર ત્રણમાંથી એક વ્યક્તિએ રસી લીધાના એક વર્ષમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU) દ્વારા હાથ ધરવામાં આવેલ આ સંશોધન ‘ડ્રગ સેફ્ટી’ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.

આ પણ વાંચો: હવામાન વિભાગની વધુ એક આગાહી, હીટવેવ સાથે કમોસમી વરસાદ વરસશે

Covaxin ની આડ અસરો
ભારતીય વૈજ્ઞાનિકોએ અહેવાલ આપ્યો છે કે કોવેક્સિન શોટ લેનારા 900 થી વધુ લોકોમાંથી એક તૃતીયાંશ લોકોએ સંખ્યાબંધ પ્રતિકૂળ અસરો જોઈ છે, જ્યારે લગભગ 50% કિશોરોને ઉપરી શ્વસન માર્ગના ચેપ હોવાનું જણાયું છે.

  • ઉપરના શ્વસન માર્ગના ચેપ (જેમ કે સામાન્ય શરદી-ખાંસી)
  • ત્વચાની નવી સમસ્યાઓ
  • માંસપેશીઓ અને હાડકા સાથે જોડાયેલા વિકાર
  • હાઇપોથાઇરોડિઝમ
  • આંખની સમસ્યાઓ