January 18, 2025

પ્રથમ વરસાદમાં જ સોમનાથ-ઉના નેશનલ હાઇવે પર દોઢ ફૂટ મોટા ખાડા પડ્યા

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: સોમનાથ-ઉના નેશનલ હાઇવે પર આવેલા ડોળાસા ગામ નજીક સિઝનના પ્રથમ વરસાદમાં જ રોડ-રસ્તા ખખડધજ બન્યા છે. અહીં હાઈવેમાં એકથી દોઢ ફૂટના મોટા ખાડા પડી જતાં સ્થાનિક અને મુસાફરોની મુશ્કેલીઓ વધી ગઈ છે.

ગીર-સોમનાથના સોમનાથથી ઉના તરફ જતા ફોરટેક હાઈવેનું છેલ્લા દસેક વર્ થી નિર્માણ કાર્ય ચાલુ છે, જોકે દસ વર્ષ થવા છતાં હજુ પણ નેશનલ હાઈવે ફોરટેર્કમા સંપૂર્ણ તૈયાર થયો નથી. હાઈવે પર અનેક જગ્યાએ ડાયવર્ઝન આપેલા છે. તો બીજી તરફ કોડીનાર નજીકના ડોળાસા ગામમાં અંદાજે એક કિલોમીટરના રોડમાં સિઝનનો પ્રથમ વરસાદ થતાં મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

આ પણ વાંચો: SG હાઇવે પર પેલેડિયમ મોલ પાસે બે કાર ધડાકાભેર અથડાઈ, એક વ્યક્તિનું મોત

રોજિંદી અવરજવર કરવાવાળા લોકોનું કહેવું છે કે આ રોડ એટલો બિસ્માર છે કે થાર જેવી મોટી ગાડીઓ પણ ખાડામાં ફસાઈ જાય છે. ત્યારે ડોળાસા ગામ નજીક ફોરટેકનો બાયપાસ હાઉવે પસાર થાય છે પરંતુ ગામની અંદરથી પસાર થતા નેશનલ હાઈવે પર મસમોટા ખાડાઓ પડયા છે જેના કારણે સ્થાનિક મુસાફરોને રાહદારીઓની મુશ્કેલી વધી છે.

આ નેશનલ હાઈવે ઉપરથી સતત વાહનોની અવર-જવર રહેતી હોય દીવ અને તુલસીશ્યામ જેવા પર્યટન સ્થળો પણ આવેલા છે. સાથોસાથ ભાવનગર સુધીના નેશનલ હાઈવે ઉપર અનેક મોટી કંપનીઓ, પોર્ટો આવેલા હોવાથી ગુજરાતના તમામ મોટા શહેરોમાં જતો ટ્રાફિક આ રોડ ઉપરથી જ પસાર થાય છે. સતત ટ્રાફિકની અવરજવર વાળો રસ્તો હોય આ ડોળાસા ગામની અંદરના બે કિલોમીટરના વિસ્તારના રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે તે સમજવું મુશ્કેલ થયું છે ત્યારે અહીંના સ્થાનિકોની અને રાહદારીઓની એક જ માંગ છે કે આ રોડને તાત્કાલિક નેશનલ હાઇવે દ્વારા પાણીનો નિકાલ થાય તેવી રીતે રિપેર કરી અને સિમેન્ટ રોડ બનાવવામાં આવે તો જ લોકો ની સમસ્યા હલ થઇ શકે તેમ છે.