એક સમયે હતા એરલાઈન્સના માલિક, આજે જેલમાં મરવા માંગે છે
કેનરા બેંકમાં 538 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડીના આરોપો અને જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલે મુંબઈન કોર્ટમાં જેલમાં જ રહેવાની અપીલ કરી છે. ગોયલે મુંબઈ કોર્ટમાં હાથ જોડીને કહ્યું છેકે તેઓ જીવવાની તમામ આશાઓ છોડી ચૂક્યા છે. વર્તમાન સ્થિતિમાં જીવવા કરતા જેલમાં રહીને મરી જવું વધુ યોગ્ય લાગે છે. વધુમાં ગોયલે કહ્યું કે, મારી ઉંમર લગભગ 75 વર્ષની થઈ ચુકી છે અને હવે મને ભવિષ્યને લઈને કોઈ પણ આશા નથી દેખાઈ રહી.
તબિયત લથડી રહી છે
અદાલતના રેકોર્ડ અનુસાર નરેશ ગોયલે કહ્યું કે, હું મારી પત્ની અનિતાને બહું યાદ કરું છું. જે કેન્સરના એડવાન્સ સ્ટેજ પર છે. મની લોન્ડ્રિંગ કેસની ન્યાયિક કસ્ટડીમાં રહેલા ગોયલ મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ હેઠળ વીડિયો કોન્ફરન્સ દ્વારા જામીન માટે વિશેષ અદાલતમાં હાજર થયા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે તેમની શારીરિક અને માનસિક સ્થિતિ સારી નથી.
આ પણ વાંચો:આજથી ખુલશે મોટો IPO, પૈસા કમાવાની ઉત્તમ તક
પત્નીની હાલત છે ખરાબ
અદાલતના રોજના સુનાવણીના રેકોર્ડ અનુસાર નરેશ ગોયલે કોર્ટથી વ્યક્તિગત સુનાવણી માટે થોડો સમય આપવાનો અનુરોધ કર્યો હતો. તેઓ જે સમયે અદાલતમાં આવ્યા ત્યારે તેમના શરીર અને હાથ કાંપી રહ્યા હતા. સતત કંપનની સાથે ગોયલે હાથ જોડીને કોર્ટ સામે અપિલ કરતા કહ્યું કે, મારી સ્વાસ્થ્ય સ્થિતિ ખુબ જ ખરાબ છે તેમની પત્ની પર કેન્સરના કારણે પથારીવશ છે. સંતાનમાં તેમને એક માત્ર પુત્રી છે.
એક સમયે રૂ. 300માં કામ કર્યું
નરેશ ગોયલનો જન્મ પંજાબના સંગરૂરમાં જવેલર હતા. બાળપણમાં જ તેમના પિતાનું મૃત્યું થઈ ગયું હતું. જે બાદ પરિવારમાં આર્થિક સંકટના આવ્યું હતું. તેમનું મકાન પણ નિલામ થઈ ગયું હતું. આથી ઘણી નાની ઉંમરમાં તેમના પર ઘરની જવાબદારી આવી ગઈ હતી. એક સમયે તેમણે માત્ર 300 રૂપિયા મહિનાના પર પર એક ટ્રાવેલ એજન્સીમાં કામ કર્યું હતું. જેના કારણે ઘણી વિદેશી એયરલાઈન્સમાં તેના સંપર્કો વધતા જતા હતા. 1969માં ગોયેલ ઈરાની એરવેઝમાં જનસંપર્ક અધિકારી બન્યા. જે બાદ મેનેજર અને જોત જોતામાં તેમણે પોતાની ટ્રાવેસ એજન્સી શરૂ કરૂ નાખી. 1990માં તેમણે પોતાની એરલાઈન્સ જેટ એરવેઝની શરૂઆત કરી. એ સમયે ભારતમાં પી.વી નરસિમ્હાની સરકારે ઓપન સ્કાઈ પોલિસી માટે અનુમતિ આપતા ગોયલે એયર ટેક્સી પણ શરૂ કરી દીધી.
આ પણ વાંચો:ગુજરાતે લોન્ચ કરી સિનેમેટિક પોલિસી, ફિલ્મ ઈન્ડસ્ટ્રીને થશે ફાયદો
કોઈએ ના આપ્યો સાથ
એક સમયે નરેશ ગોયલનું નામ ફોબર્સ મેગેઝિનમાં પણ આવ્યું હતું. તેઓ વિશ્વના સૌથી અમિર લોકોમાં 16માં સ્થાને પહોંચ્યા હતા. 2006માં સહારાને પણ ગોયલે ખરીદી લીધું હતું. જે બાદ જેટ એરવેઝ પાસે 100થી પણ વધારે વિમાનો થઈ ગયા હતા, પરંતુ આ ડીલ તેમના માટે પનોતી સાબિત થઈ. આ ડીલ બાદ જ તેમના ખરાબ દિવસો શરૂ થઈ ગયા. ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સની તુલનામાં જેટ એરવેઝ પાછળ રહી ગઈ. 2019માં જેટ એરવેઝને પોતાનું ઓપરેશન બંધ કરવું પડ્યું. એરલાઈન્સ પર 8500 કરોડનું દેવું થઈ ગયું હતું. UAEની ઈતિહાદ પાસે એરલાઈન્સના 24 ટકા શેર હતા. ખરાબ સમયમાં તેમણે પણ નરેશ ગોયલને સાથ ન આપ્યો.