December 21, 2024

નવરાત્રિ નિમિત્તે અંબાજી મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી કરાયું ઘટસ્થાપન

અંબાજી: યાત્રાધામ અંબાજી ખાતે આજે નવરાત્રી નિમિત્તે અંબાજી મંદિરમાં થયું ઘટસ્થાપન મંદિરના મુખ્ય પૂજારી અને બ્રાહ્મણ નો દ્વારા શાસ્ત્રો મુજબ પૂજા વિધિ વધાન થી ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું અને પૂજામાં અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર પણ પૂજામાં જોડાયા હતા.

વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં નવરાત્રી નિમિત્તે ઘટસ્થાપન કરવામાં આવ્યું છે. આસો સુદ નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે, રાજ્યભર સહિત દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો માં અંબાના દર્શન કરવા આવી રહ્યા છે. ત્યારે, દર વર્ષની જેમ આ વર્ષે પણ સનાતન હિન્દુ ધર્મની પરંપરા મુજબ અંબાજી મંદિરમાં ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું અને હવે નવરાત્રિ દરમિયાન માં અંબાની આરતી પૂર્ણ થયા બાદ ઝવેરા આરતી પણ આજથી શરૂ કરવામાં આવી છે.

નવરાત્રિમાં ઘટસ્થાપનનો અનેરો મહિમા હોય છે. ઘટસ્થાપન કરી ઝવેરા વાવવામાં આવે છે. ઘટસ્થાપનને માતાજીના પ્રતિબિંબ તરીકે પૂજા વિધિ અને નિવેદ નવરાત્રી દરમિયાન નિયમિત ધરાવવામાં આવે છે અને નવરાત્રિની આસો સુદ આઠમના દિવસે ઘટસ્થાપનનું ઉત્થાપન કરવામા આવશે.