December 19, 2024

બુટલેગર હોવાની જાણ થતાં પ્રેમિકાએ સંબંધો તોડી નાંખતા વિધર્મી યુવકે મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું

મિહિર સોની, અમદાવાદ: કોઈ પણ અજાણ્યા યુવક સાથે મિત્રતા કરતાં ચેતી જજો, કારણ કે મિત્રતાના નામે યુવતીઓને ફસાવવાનું કાવતરૂ ચાલી રહ્યું છે. આ આક્ષેપ આવા જ એક કાવતરાનો ભોગ બનેલી ભોગ બનેલી પીડિત યુવતી કરી રહી છે. સોલા પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમા આરોપી અલ્ફાઝ કાઝી નામનો મુસ્લિમ યુવક સંબંધ રાખવા માટે યુવતીને માનસિક ત્રાસ આપી રહ્યો હતો. આ યુવતીએ મિત્રતા તોડી નાખતા આરોપી અલ્ફાઝ દ્વારા ધમકી આપવાનુ શરૂ કર્યુ. ઘરની બહાર આવીને યુવતીને પરિવારને મારી નાખશે તેવું કહીને ગાડીમાં લઈ ગયો ત્યાર બાદ કડીની એક હોટલમાં ડરાવીને તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરીને માર માર્યો હતો. આ ઘટનાને લઈને યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે.

મિત્રતા બાદ પ્રેમજાળમાં ફસાવતા હોવાનું કાવતરૂ હોવાના આક્ષેપો યુવતીએ કર્યા હતા. જેમા પોતાના મિત્ર સર્કલમાં મુસ્લિમ યુવકો જોડાય છે અને ત્યારબાદ હિન્દુ યુવતી સાથે મિત્રતા કરીને પ્રેમજાળમા ફસાવતા હોવાના આરોપ યુવતીએ લગાવ્યા હતા. તેની સાથે પણ આરોપી અલ્ફાઝે મિત્રતા કરીને સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ યુવતીને નશાકારક દ્વવ્ય પ્રદાર્થ પીવડાવી શારીરિક અડપલા કરતો હતો, પરંતુ અલ્ફાઝ બુટલેગર હોવાનું યુવતીને ખબર પડતા યુવતીએ મિત્રતા તોડી નાખી હતી. જેનો બદલો લેવા આરોપીએ દુષ્કર્મ આચરીને યુવતીને માર માર્યો હતો. આ આરોપી અલ્ફાઝનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યા છે. જેમાં અગાઉ હત્યા ,ચોરી, રાયોટિંગ, મારામારી, દારૂની હેરાફેરી જેવા 6 ગંભીર ગુના નોંધાયા છે. દુષ્કર્મ અને ધમકી કેસમા સોલા પોલીસે યુવતીની ફરિયાદ નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ યુવતીએ પોતાની અને પરિવારની સુરક્ષાને લઈને પોલીસની મદદ માંગી છે.