November 19, 2024

આજથી શરૂ થશે Olympics 2024, જાણો ભારતનું પ્રથમ દિવસનું સંપૂર્ણ શેડ્યૂલ

Olympics 2024: ઓલિમ્પિક્સ 2024 આજથી એટલે કે 26મી જુલાઈથી શરૂ થવાની છે. આ વખતે ઓલિમ્પિકનું આયોજન ફ્રાન્સની રાજધાની પેરિસમાં થવાનું છે. જેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ વખતે ઓલિમ્પિકમાં કુલ 10,500 એથ્લેટ ભાગ લઈ રહ્યા છે. આ તમામ ખેલાડીઓ પોતપોતાના દેશ માટે મેડલ જીતવા માટે પ્રયત્ન કરશે. ભારતના કુલ 117 એથ્લેટ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 117 ખેલાડીઓમાંથી 72 એવા ખેલાડીઓ છે પહેલી વખત ઓલિમ્પિક ગેમ્સનો ભાગ બનશે. આખા દેશની નજર આ ખેલાડીઓ પર જોવા મળી રહી છે.

ઓલિમ્પિકના પ્રથમ દિવસે ભારતનું શેડ્યૂલ

બપોરે 12:00 – બેડમિન્ટન (મહિલા સિંગલ્સ)
બપોરે 12:30 – શૂટિંગ (10M એર રાઇફલ મિશ્રિત ટીમ લાયકાત)
બપોરે 12:30 – રોઇંગ (મેન્સ સ્કલ્સ હીટ્સ)
બપોરે 12:45 – શૂટિંગ
1:00 pm – અશ્વારોહણ
બપોરે 1:30 – ટેબલ ટેનિસ (મહિલા સિંગલ્સ અને મેન્સ સિંગલ્સ)
02:00 PM – શૂટિંગ
બપોરે 03:30 – ટેનિસ (પુરુષ ડબલ્સનો પ્રથમ રાઉન્ડ)
03:50 PM – બોક્સિંગ (મહિલાઓની 50 કિગ્રા પ્રિલિમ્સ – રાઉન્ડ ઓફ 32)
4:00 PM – શૂટિંગ (10M એર પિસ્તોલ મહિલા લાયકાત)
સાંજે 5:30 – બેડમિન્ટન (પુરુષ સિંગલ્સ અને મેન્સ ડબલ્સ)
સાંજે 5:45 – તીરંદાજી (મહિલા ટીમ)
સાંજે 6:30 – ટેનિસ (મેન્સ સિંગલ પ્રિલિમિનરી રાઉન્ડ #1)
રાત્રે 9:00 – મેન્સ હોકી (ભારત વિ ન્યુઝીલેન્ડ)
11:00 PM – બેડમિન્ટન (મહિલા ડબલ્સ)
11:30 PM – બોક્સિંગ (મહિલાઓની 54 કિગ્રા પ્રિલિમ્સ – રાઉન્ડ ઓફ 32)

આ પણ વાંચો: IND vs SL: T20 સિરીઝ પહેલા થયો મોટો ફેરફાર

ઓલિમ્પિકના પ્રથમ દિવસે ભારતનું શેડ્યૂલ
પેરિસ ઓલિમ્પિક 2024ના પ્રથમ દિવસની શરૂઆત ઉદઘાટન સમારોહથી થશે. તમને જણાવી દઈએ કે આ દિવસે ભારતનો કોઈપણ એથ્લેટ કોઈપણ રમતમાં ભાગ લેશે નહીં. ભારતીય ખેલાડીઓ તેમની પ્રથમ મેચ 27 જુલાઈના રોજ રમશે.