Olympics 2024 પહેલાં ભારતીય દોડવીરની જાહેરાત, આ ટુર્નામેન્ટ બાદ લેશે નિવૃત્તિ
PR Sreejesh: ભારતીય ટીમના મહાન ગોલકીપર અને પૂર્વ કેપ્ટન પીઆર શ્રીજેશે હોકી ચાહકોને મોટો ઝટકો આપ્યો છે. તેણે આ વિશે જાહેરાત કરી દીધી છે. આ વખતની પેરિસ ઓલિમ્પિક તે તેનું છેલ્લું મિશન હશે. મહત્વની વાત એ છે કે ભારતે 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
મેડલ જીતવાની તૈયારી
100થી વધુ ભારતીય ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવાની તૈયારી કરી રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય હોકી કેપ્ટન પીઆર શ્રીજેશે સોમવારે પેરિસ ઓલિમ્પિકની જાહેરાત કરી છે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હશે. 328 આંતરરાષ્ટ્રીય મેચ, ત્રણ ઓલિમ્પિક, અનેક કોમનવેલ્થ ગેમ્સ અને એક વર્લ્ડ કપ જીતનાર 36 વર્ષીય શ્રીજેશ તેની ચોથી ઓલિમ્પિક ગેમ્સમાં રમશે. આ ગેમ 26 જુલાઈથી શરૂ થવાની છે.
આ પણ વાંચો: Paris Olympics 2024: BCCI સેક્રેટરી જય શાહે કરી મોટી જાહેરાત
શ્રીજેશે કહ્યી આ વાત
હોકી ઈન્ડિયાના શ્રીજેશે કહ્યું પેરિસમાં મારા છેલ્લા મિશનની તૈયારી કરતી વખતે હું ગર્વનો અનુભવ કરું છું. તેણે કહ્યું આ સફર અસાધારણ રહી છે અને મારા પરિવાર, ટીમના સાથીઓ, કોચ, પ્રશંસકો અને હોકી ઈન્ડિયા તરફથી મને મળેલા પ્રેમ અને સમર્થન માટે હું હંમેશા આભારી રહીશ. મારા પર વિશ્વાસ કરવા બદલ આભાર. મારા મિત્રો મુશ્કેલ સમયમાં હમેંશા મારી સાથે ઉભા રહ્યા હતા. ભારત માટે 2014 એશિયન ગેમ્સમાં સુવર્ણ અને જકાર્તા-પાલેમ્બાંગમાં 2018 એશિયાડમાં બ્રોન્ઝ સહિત અનેક યાદગાર જીતનો ભાગ રહ્યો છે. ટીમ ગોલ્ડ મેડલ જીતીને તેના પાર્ટનરને વિદાય આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે.