January 18, 2025

Olympics 2024: તમે ભારતમાં ટીવી-મોબાઇલ પર ફ્રીમાં ઓલિમ્પિક મેચ કેવી રીતે જોઈ શકશો?

Olympics 2024: પેરિસમાં રમાનાર ઓલિમ્પિક 2024ની તારીખ થોડા જ દિવસમાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આ વર્ષની ઓલિમ્પિક 26મી જુલાઈના રોજ શરુ થવાની છે. ભારતીય ખેલાડીઓ પાસેથી વધારે મેડલ જીતવાની આશા છે. વર્ષ 2021ની જ વાત કરીએ તો ભારતે કુલ 7 મેડલ જીત્યા હતા. આ વખતે ઓછામાં ઓછા આટલા તો મેડલ આવશે. હવે તમને સવાલ થતો હશે કે આ ઓલિમ્પિક મેચો લાઈવ કેવી રીતે જોઈ શકશો.

દેશો ભાગ લઈ રહ્યા છે
ઓલિમ્પિક 2024 ફ્રાન્સના વિશ્વ પ્રસિદ્ધ શહેર પેરિસમાં 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલશે. આ વર્ષના ઓલિમ્પિકમાં કુલ 206 દેશો ભાગ લેવાના છે. વર્ષ 2021માં ટોક્યોમાં ઓલિમ્પિકનું આયોજન થયું ત્યારે પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. ઓલિમ્પિક 2020 માં યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે આ મોકૂફ રાખવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે ઓલિમ્પિકના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું હતું કે જ્યારે આ ગેમ્સ નિર્ધારિત સમય મુજબ થઈ ન હતી અને એક વર્ષ બાદ યોજાઈ હતી. આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં 32 સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં 329 ગોલ્ડ મેડલ સાથે 10,000થી વધુ ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો: ભારતીય ટીમે પ્રથમ વખત 5 મેચની T20 શ્રેણીમાં આટલી વિકેટ લીધી

પેરિસ ઓલિમ્પિક્સ કેવી રીતે જોવી
2024 પેરિસ ઓલિમ્પિક્સનું સમગ્ર ભારતમાં સ્પોર્ટ્સ 18 ચેનલો પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. પેરિસ ઓલિમ્પિક્સ 2024નું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema એપ અને વેબસાઈટ પર ફ્રીમાં ઉપલબ્ધ થશે. આ સાથે તમે દૂરદર્શનની સ્પોર્ટ્સ ચેનલ પર લાઈવ મેચ પણ જોઈ શકો છો. https://newscapital.com/ તમે અમારી વેબસાઈડ પર પણ સતત અપડેટ મેળવી શકો છો.