દુલીપ ટ્રોફી ક્યારે શરૂ થશે?
Duleep Trophy 2024 Schedule And Format: થોડા જ સમય પહેલા BCCI એ જાહેરાત કરી હતી કે ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટ સીઝન 2024-25 દુલીપ ટ્રોફીથી શરૂ કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ 5 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. જ્યારે તેની છેલ્લી મેચ 19 સપ્ટેમ્બરથી રમાશે. દુલીપ ટ્રોફી ઘણી ખાસ રહી છે. લોકો આ મેચ ખાસ કરીને એટલે રાહ જોઈ રહ્યા છે કારણ કે આ સિઝનમાં રોહિત, વિરાટ જેવા ખેલાડીઓ રમતા જોવા મળશે. આ ટુર્નામેન્ટમાં 4 ટીમો ભાગ લેશે, જેને ટીમ-એ, બી, સી અને ડી નામ આપવામાં આવ્યા છે.
સામ સામે આવશે
દુલીપ ટ્રોફીનું ફોર્મેટ 4 દિવસનું જોવા મળશે. આ મેચ 4 દિવસની હશે. ટીમ-બી વચ્ચે 5 સપ્ટેમ્બરથી અનંતપુરમાં રમાશે. તે જ દિવસે ટીમ-સી અને ટીમ-ડી આસામ-સામે હશે. આ પછી 12 સપ્ટેમ્બરથી ટીમ-એ અને ટીમ-ડી વચ્ચે મેચ રમવામાં આવશે. ટીમ-બી અને ટીમ-સીની ટીમો સામસામે ટકરાશે. જ્યારે આ ટુર્નામેન્ટની પાંચમી મેચ ટીમ-બી અને ટીમ-ડી વચ્ચે રમાશે. આ ઉપરાંત આઠમી મેચ ટીમ-એ અને ટીમ-સી વચ્ચે રમાવાની છે. આ ટુર્નામેન્ટની તમામ મેચો અનંતપુરમાં રમાવાની છે.
આ પણ વાંચો: ગોલ્ડ મેડલ જીતનારા પાકિસ્તાની એથ્લેટને તેના સસરા ભેટમાં આપશે ‘ભેંસ’
આ ખેલાડીઓ પણ રમતા જોવા મળશે
દુલીપ ટ્રોફી બીસીસીઆઈની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ છે. આ વખતે ભારતીય સ્થાનિક સીઝનની શરૂઆત દુલીપ ટ્રોફીથી કરવામાં આવી રહી છે. આ 4 દિવસીય ક્રિકેટ મેચ ફોર્મેટમાં ડોમેસ્ટિક ખેલાડીઓની સાથે દિગ્ગજ ખેલાડીઓ પણ જોવા મળશે. આ પહેલા એવું બનતું હતું કે દિગ્ગજ ખેલાડીઓ દુલીપ ટ્રોફીને ટાળતા આવ્યા છે. પરંતુ આ વખતે તમામ ખેલાડીઓ રમતા જોવા મળશે.