અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સને લઈને ગુજરાત સરકારે બનાવ્યો માસ્ટરપ્લાન

Olympic 2036 In Gujarat: ગુજરાતમાં 2036ના ઓલિમ્પિકના આયોજન માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ઓલિમ્પિક 2036ની તૈયારીઓ માટે મોટેરામાં ત્રણ આશ્રમની જમીન સંપાદિત કરાશે. આ વાતને લઈને માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અહિંયા રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. આ માટે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ બનાવવામાં આવશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે લગભગ 650 એકર જમીન પર બનાવવામાં આવશે.
આ પણ વાંચો: RR vs KKR: સતત બીજી હાર થતા કેપ્ટન રિયાન પરાગ નાખુશ, કહી આ વાત
ઓલિમ્પિક માટે હર્ષ સંઘવી દિલ્હીમાં
ઓલિમ્પિક વિલેજ અને અન્ય રમતગમતની સુવિધાઓ પણ બનાવવામાં આવશે. ગુજરાતમાં ઓલિમ્પિક 2036 માટેની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજૂ ઓલિમ્પિકના આયોજનના સંદર્ભમાં હર્ષ સંઘવી દિલ્હીની મુલાકાતે છે. જેમાં ર્ષ સંઘવી ઉપરાંત 3 IAS અધિકારીઓ આ બેઠકમાં હાજરી આપશે. ઓલમ્પિક 2036ના આયોજનથી લઈને માળખાગત સુવિધાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે.