November 14, 2024

લ્યો બોલો, વિજેતા ટીમને આપવામાં આવેલી ટ્રોફી ગાયબ!

Olympiad Nona Gaprindashvili Cup Missing: ભારતીય ટીમે વર્ષ 2022 માં ચેન્નાઈમાં આયોજિત છેલ્લી ચેસ ઓલિમ્પિયાડમાં ‘નોના ગેપ્રિંદાશવિલી કપ’ જીત્યો હતો. જે બાદ આ કપ ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન પાસે હતો. હવે કહેવામાં આવી રહ્યું છે કે ‘નોના ગેપ્રિંદાશવિલી કપ’ ગાયબ થઈ ગયો છે.

ભારતમાં થઈ ગયો ગુમ
ચેસ ઓલિમ્પિયાડમાં શાનદાર પ્રદર્શન કરનારી ટીમોને આપવામાં આવતો ‘નોના ગેપ્રિન્દાશવિલી કપ’ ભારતમાં ગુમ થઈ ગયો હોવાની માહિતી મળી રહી છે. આ વાતની પુષ્ટિ ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (AICF)ના અધિકારીઓએ કરી છે. વર્ષ 2022માં ચેન્નાઈમાં આયોજિત છેલ્લી ચેસ ઓલિમ્પિયાડમાં ભારતીય ટીમે ટ્રોફી જીતી હતી. ત્યારથી આ ટ્રોફી માત્ર ભારત પાસે હતી. એક મીડિયા સાથેની વાતમાં ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનના ત્રણ અધિકારીઓએ કહ્યું કે આ ઈવેન્ટ બે વર્ષમાં એક વખત યોજાય છે. જેમાં ભારતીય ટીમે 2022માં ચેન્નાઈમાં આયોજિત છેલ્લી ચેસ ઓલિમ્પિયાડમાં ટ્રોફી જીતી હતી.

આ પણ વાંચો: IND vs BAN: બુમરાહે ત્રીજી વિકેટ લીધી, બાંગ્લાદેશની ટીમ ઓલઆઉટની નજીક

ભારતને ટ્રોફી પરત કરવા વિનંતી
ચેસની વિશ્વ સંચાલક મંડળે ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનને ઈમેલ મોકલીને ભારતને ટ્રોફી પરત કરવા વિનંતી કરી હતી. કારણ કે આ ટ્રોફી પ રાઉન્ડ 11ના અંત પછી બુડાપેસ્ટમાં ચાલી રહેલા ચેસ ઓલિમ્પિયાડના વિજેતાઓને આપવાની છે. ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનના સેક્રેટરી કહ્યું કે અમે ટ્રોફીને શોધવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છીએ. તે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. અમને આશા છે કે અમારી શોધ સફળ થશે