January 22, 2025

મહાકુંભમાં બ્લિંકિટ બાદ હવે OLAની એન્ટ્રી, ઓછા ખર્ચે થશે ઈલેક્ટ્રિક સ્કૂટર બુક

OLA at Mahakumbh 2025: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટો મહાકુંભ મેળો શરૂ થઈ ગઈ છે. જેમાં દેશની સાથે વિદેશના કરોડો ભક્તો આ મેળામાં આવે છે. મહાકુંભ 26 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે. થોડા દિવસ પહેલા બ્લિંકિટે પોતાની સેવા મહાકુંભમાં શરૂ કરી હતી. હવે ઓલાએ મહાકુંભમાં એન્ટ્રી કરી છે. ક્તોએ મેળામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલી ને નહીં જવું પડે. ઓલાના સ્કૂટર પર મહાકુંભમાં હવે તમે ફરવા જઈ શકો છો.

આ પણ વાંચો: મગફળી ખરીદીમાં ગેરરીતિ મામલે દિલીપ સંઘાણીએ આપ્યું નિવેદન, કહી આ વાત

ઓલાના 1 હજાર સ્કૂટર મહાકુંભમાં
ઓલાએ મહાકુંભ દરમિયાન ભક્તો માટે તેની સેવાની શરૂઆત કરી છે. જેમાં હવે ભક્તોને ખૂબ જ ઓછા ખર્ચે ગ્રીન મોબિલિટી સરળતાથી આપવામાં આવશે. કુંભ વિસ્તારમાં પહોંચવા માટે ભક્તોએ પગપાળા જ જવું પડે છે. ઓલાના આ નિર્ણય બાદ લોકોને ચાલવાની જરૂર નહીં પડે. ભક્તો સસ્તામાં હવે મુસાફરી કરી શકશે.