November 5, 2024

Loksabha Election 2024: પૂરી થયા પછી જનતાને બીજો ઝટકો! ટોલટેક્સના ભાવમાં વધારો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના તમામ તબક્કા પૂર્ણ થઈ ગયા છે. લોકોએ પોતાની કોઈ પણ આશા સાથે મત આપ્યા હશે. પરંતુ પરિણામ આવે તે પહેલા જનતાને જ ઝટકો લાગ્યો છે. કારણ કે સરકારે વાહન ચાલકોને મોટો આંચકો આપ્યો છે. આજથી સમગ્ર દેશમાં રોડ ટોલ ટેક્સના દરમાં સરેરાશ 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે વાર્ષિક રિવિઝનનો અમલ અગાઉ 1 એપ્રિલથી કરવામાં આવ્યો હતો. પરંતુ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તે સમયે આ નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો હતો.

વાર્ષિક પ્રક્રિયાનો ભાગ
નવો ટોલ ટેક્સ આજથી 3 જૂન, 2024 થી લાગુ કરી દેવામાં આવશે. કોઈ પણ ફેરફારો જોડાયેલા દરોમાં સુધારો કરવાની વાર્ષિક પ્રક્રિયાનો એક ભાગ છે. નેશનલ હાઈવે નેટવર્ક પર 855 યુઝર ટોલ પ્લાઝા આવેલા છે. અત્યાર સુધી 2008 મુજબ યુઝર ચાર્જ વસૂલવામાં આવે છે. ઘણા અધિકારીઓનું આ વિશે કહેવું છે કે ટોલ ચાર્જ અને ઇંધણ ઉત્પાદનો પરના કરમાં વધારો કરે છે. આ સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગોને વિસ્તૃત કરવામાં મદદ પણ કરે છે. વિરોધ પક્ષના નેતાઓ આ વિશે ટીકા પણ કરે છે.

આ પણ વાંચો: Exit Pollsથી શેરબજારમાં ધમાલ, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઇમ હાઈ

ટોલ ટેક્સ વધારવાની જાહેરાત
વાસ્તવમાં 1 એપ્રિલથી ટોલ ટેક્સ વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ચૂંટણી પંચે કહ્યું કે નવા દરો લોકસભાની ચૂંટણી પછી જ લાગુ કરવા જોઈએ. સામાન્ય ચૂંટણી બાદ ટોલ દરમાં વધારો થતાં લોકોને વધુ એક માર પડશે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ભારતે છેલ્લા એક દાયકામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિસ્તરણ માટે અબજો ડોલરનું રોકાણ કર્યું છે.