December 26, 2024

મહાશિવરાત્રીએ શિવને ધરાવો આ ભોગ, ભગવાન થશે પ્રસન્ન

Mahashivratri: પંચાગ પ્રમાણે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીએ મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે માર્ચ મહિનાની 8 તારીખે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવશે. મહાશિવરાત્રીના પાવન અવસરે ભગવાન શિવને પ્રસન્ન કરવાનો અનેરી તક છે. એક માન્યતા અનુસાર આજ તિથિમાં ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. મહાશિવરાત્રિના દિવશે શિવભક્તો વ્રત રાખીને ભગવાન શિવની વિધિ વિધાન સાથે પૂજા-અર્ચના કરે છે.

શંકર ભગવાનને ભોળાનાથ કહેવામાં આવે છે. કારણ કે ભક્ત સાફ મનથી એક લોટો પાણી પણ તેમની શિવલીંગ પર ચડાવે છે તો પણ શિવશંભૂ પ્રસન્ન થઈ જાય છે, પરંતુ મહાશિવરાત્રિના ખાસ દિવસે શિવજીને પ્રસન્ન કરવા માટે બિલિપત્ર, ભાંગ, ધતુરા, સફેલ ફુલ, ચંદન, ગંગાજળ જેવી વસ્તુઓથી તેમની પૂજા કરે છે. કેટલાક એવા ભોગ- પ્રસાદ છે જે ભોલાનાથને ખુબ જ પ્રિય છે. તો આજે અમે તમને ભગવાન શિવના પ્રિય ભોગ વિશે જણાવીશું.

શિવજીને લગાવો આ વસ્તનો ભોગ

ભાંગ: મહાશિવરાત્રીના દિવસો ભક્તો ભગવાન શિવને ઠંડાઈનો ભોગ લગાવે છે. ભગવાનને ભોગ લગાવવામાં આવતી ઠંડાઈમાં ભાંગ ભેળવવામાં આવે છે. કારણ કે ભાંગ ભગવાન શંકરને ખુબ જ પ્રિય છે.

હલવો: મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરને સોજી કે કોઈ લોટનો શિરો ચડાવી શકો છો. ભગવાન શંકરને હલવો પણ ખુબ જ પ્રિય છે. તમારા હલવાના ભોગથી ભગવાન શિવ ખુબ જ પ્રસન્ન થાય છે. અને તમારી તમામ મનોકામના પુરી થાય છે.

માલપૂઆ: ભગવાન શંકરને પણ માલપુઓ ખુબ જ પસંદ છે. મહાશિવરાત્રિના દિવસે માલપુઆનો પ્રસાદ લગાવાથી ભગવાન શંકર તમારી તમામ મુશ્કેલીઓને હરી લે છે.

ભાંગના ભજીયા: ભગવાન શંકરને ભાંગ ખુબ જ પ્રિય છે. આથી જ મહાશિવરાત્રીના દિવસે ભાંગમાંથી બનેલી ઠંડાઈ, લાડું અને ભજીયા જેવી વાનગીઓ બનાવવામાં આવે છે. પુજા સમયે ભગવાન શંકરને ભાંગના પાન પણ ચડાવવામાં આવે છે.