January 16, 2025

ODI Rankings: અક્ષર પટેલે શાનદાર પ્રદર્શન કર્યું, સીધા 13 સ્થાનની લગાવી છલાંગ

Axar Patel Ranking: આઇસીસી દ્વારા 14 ઓગસ્ટના રોજ તાજેતરની વન-ડે રેન્કિંગ બહાર પાડવામાં આવી છે, જેમાં ઘણા ખેલાડીઓની રેન્કિંગમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. જેમાં ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી અક્ષર પટેલે વન-ડે બોલરોની રેન્કિંગમાં 13 સ્થાનની છલાંગ લગાવી છે. અક્ષરે શ્રીલંકા સામે તાજેતરમાં સમાપ્ત થયેલી શ્રેણીમાં બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ શ્રેણીમાં અક્ષરે 4 મેચ રમીને 3 વિકેટ ઝડપી હતી. અક્ષર ઉપરાંત વોશિંગ્ટન સુંદરની રેન્કિંગમાં 10 સ્થાનનો સુધારો જોવા મળ્યો છે.

અક્ષર પહોંચ્યો 83માં સ્થાને તો સુંદર આ સ્થાન પર
આઇસીસી દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં અક્ષર પટેલ 13 સ્થાનની છલાંગ લગાવીને હવે 83માં સ્થાને પહોંચી ગયો છે. અક્ષર પાસે હાલમાં 415 રેટિંગ પોઈન્ટ છે. વોશિંગ્ટન સુંદરની વાત કરીએ તો 10 સ્થાનની છલાંગ લગાવ્યા બાદ તે 411 રેટિંગ પોઈન્ટ સાથે 87માં નંબર પર છે. આ રેન્કિંગમાં શ્રીલંકન ટીમના સ્ટાર બોલર વાનિન્દુ હસરાંગાને ત્રણ સ્થાનનું નુકસાન થયું છે. ભારત સામેની સિરીઝ પહેલા 27માં નંબર પર રહેલા હસરંગા હવે 543 રેટિંગ પોઈન્ટ સાથે સીધા 30મા નંબર પર પહોંચી ગયા છે.

અક્ષરને ઓલરાઉન્ડર રેન્કિંગમાં નુકસાન થયું છે
અક્ષર પટેલને વન-ડે માં તાજેતરના ઓલરાઉન્ડર રેન્કિંગમાં એક સ્થાનના નુકસાનનો સામનો કરવો પડ્યો છે. અક્ષર હવે 130 રેટિંગ પોઈન્ટ સાથે ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં 72માં નંબર પર છે. જ્યારે વન-ડે રેન્કિંગમાં અફઘાનિસ્તાન ટીમનો સ્ટાર ખેલાડી મોહમ્મદ નબી ઓલરાઉન્ડરોમાં ટોચ પર છે, જેની પાસે હાલમાં 320 રેટિંગ પોઈન્ટ છે.