December 15, 2024

મકાન બનાવવા માટે હવે ફ્રીમાં મળશે રેતી

છત્તીસગઢ: સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે મકાનો બનાવવામાં આવી રહ્યા છે. એ પરિવારોને રાહત આપતા જાહેરાત કરી છેકે, ભાડે આપેલી જમીનમાંથી તમે નાના વહાનો પર રેતી કોઈ પણ ચાર્જ વિના લઈ શકો છો.

મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાયે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ભાડે આપેલા સ્થળો પરથી નાની ગાડીમાં યોજના અંતર્ગતના મકાનોના નિર્માણ માટે રેતી કોઈ પણ પ્રકારના ચાર્જ વિના લઈ શકે છે. વધુમાં કહ્યું કે, પીએમ આવાસ યોજનાના લાભાર્થીયોને ભાડે આપેલી રેતીને નાના વાહનોમાં લઈ જઈ શકે છે. સમાન્ય રીતે રેતી લેવા માટે રોયલ્ટી આપવી પડે છે. જે હવે છત્તીસગઢના લોકોને નહીં ચુકવવી પડે.

રાજ્યના નાણા મંત્રી ઓ.પી. ચૌધરીએ કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો નથી બની રહ્યા. આ જાહેરાત બાદ રાજ્યમાં 18 લાખ મકાનો બની રહ્યા છે. લાભાર્થીઓ મકાનનું કામ જલ્દી પુર કરી શકે. તે માટે ભાડે આપેલા રેતીના સ્થળેથી નાની વાહનોની મદદથી લોકો રેતી લઈ શકે છે.

ઉલ્લેખનીય છેકે, મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાયની સરકારે રાજ્યમાં 18 લાખથી વધારે આવાસ યોજના અંતર્ગત માન્યતા મળી ચૂકી છે.