હવે Linkedinમાં આવી ગયું AI ફીચર, આ મોટી સુવિધા મળશે
LinkedIn: શું તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ LinkedInનો ઉપયોગ કરો છો? તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. LinkedInએ 3 આકર્ષક AI સુવિધાઓ ઉમેર્યા છે. જે યુઝર્સને જોબ શોધવામાં અને રિઝ્યુમ બનાવવામાં મદદ કરશે.
અદ્ભુત ફીચર ઉમેર્યું
LinkedIn આજના સમયમાં લાખોની સંખ્યામાં લોકોને નવી નોકરી શોધવા માટે મદદ કરે છે. આ સોશિયલ મીડિયાનું એવું પ્લેટફોર્મ છે કે જેમાં લોકોને નોકરી મળી શકે છે. માઇક્રોસોફ્ટે હવે LinkedIn પર એક અદ્ભુત ફીચર આવ્યું છે.જેમાં પહેલા કરતા વધુ તમને સરળ રીતે નોકરી મળી રહેશે. આ ફીચર ખાલી જોબ સર્ચિંગને સરળ બનાવશે પરંતુ તેની સાથે ઘણા બીજા કાર્ય પણ કરશે.
આ પણ વાંચો: WhatsAppમાં પડી જશે હવે મજા, આવી રહ્યું છે મજેદાર ફીચર
રિઝ્યૂમે અપલોડ કરવાનો
હવે તમે સરળ શબ્દો સાથે બોલીને નોકરી શોધી શકો છો. બીજું ફીચર એ આવશે કે તમારે તમારો જૂનો રિઝ્યૂમે અપલોડ કરવાનો રહેશે. જે બાદ નવું AI ટૂલ તેને વાંચશે અને તમને જણાવશે કે રેઝ્યૂમે કેવી રીતે સુધારી શકાય. LinkedIn નું AI ટૂલ તમને તમારા પાછલા કામ અને આગળના કામના આધારે પ્રભાવશાળી કવર લેટર લખવામાં મદદ કરશે. આ ટૂલ એવા લોકોને મદદ કરશે કે જેઓ પોતાના વિશે વધારે માહિતી આપી શકતા નથી. હવે જે લોકો LinkedInનો ઉપયોગ કરે છે તેના માટે હવે સરળતા રહેશે. કંપની પોતાના વપરાશકર્તા માટે સતત નવા નવા અપડેટ લાવી રહી છે.