હવે Rohit Sharma ક્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે? આ રહી તારીખ

Rohit Sharma: રોહિત શર્મા હવે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. હવે રોહિત તમને ઓનલી ODI ક્રિકેટ રમતો જોવા મળશે.આઈપીએલમાં હાલ તે મુંબઈની ટીમ તરફથી રમી રહ્યો છે. રોહિત શર્મા બેટિંગ કરતો જોવા માટે તમામ ચાહકોએ રાહ જોવી પડશે. ઘણા મહિનાઓ ચાહકોને આ દિવસની રાહ જોવી પડશે.
ટીમ ઈન્ડિયા જૂનમાં ટેસ્ટ રમવા માટે ઈંગ્લેન્ડ જશે
આઈપીએલ પુર્ણ થયા પછી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પાંચ ટેસ્ટની સિરીઝ રમાશે. આ સિરીઝ જૂનમાં શરુ થવાની છે. જોકે આ વિશે BCCI એ ટીમની જાહેરાત કરી નથી. પરંતુ એ વાતની ખાતરી થઈ ગઈ છે કે રોહિતે ટેસ્ટમાંથી નિવૃત્ત થઈ ગયો છે. આ સિરીઝમાં કોઈ ODI અને T20 મેચ નહીં હોય. આ પછી ભારતીય ટીમ બાંગ્લાદેશના પ્રવાસે જવાની છે.
આ પણ વાંચો: ઇઝરાયલે ગાઝામાં ભારે બોમ્બમારો કર્યો, 23 પેલેસ્ટિનિયનોના મોત
ભારત અને બાંગ્લાદેશ ઓગસ્ટમાં વનડે સિરીઝ રમશે
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક વનડે સિરીઝ રમાશે. તેની પહેલી મેચ 17 ઓગસ્ટના રોજ થશે. એટલે કે આ દિવસે ટીમ ઈન્ડિયા ફરીથી ઈન્ડિયાની જર્સીમાં રમતા જોવા મળશે. આ સિરીઝ 20 ઓગસ્ટે અને ત્રીજી મેચ 23 ઓગસ્ટે રમાશે. રોહિત શર્મા હવે ફક્ત એક જ ફોર્મેટમાં રમતો જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 2027 સુધી તે ODI વર્લ્ડ કપ સુધી રમતા રહેશે અને ટીમની કમાન પણ સંભાળતો રહેશે.