January 26, 2025

હવેથી WhatsApp પર બુક થઈ જશે આ ફ્લાઈટની ટિકિટ

indigo flight booking: જો તમારે ફ્લાઇટમાં વધારે મુસાફરી કરવાનું થાય છે? તો તમારા માટે સારા સમાચાર લઈને અમે આવ્યા છીએ. લોકપ્રિય એરલાઇન ઇન્ડિગોએ તેના મુસાફરો માટે ખૂબ જ ખાસ સેવા શરૂ કરી છે. ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ ટિકિટ તમે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp દ્વારા AI દ્વારા બુક કરી શકો છો.

ટિકિટ બુકિંગને સરળ
હવેથી તમે સરળતાથી ફ્લાઇટ ટિકિટ બુક કરી શકશો. એરલાઇન કંપની ઇન્ડિગોએ WhatsApp માટે એક નવું AI બુકિંગ આસિસ્ટન્ટ 6EsKai લોન્ચ કર્યું છે. જે ઈન્ડિગોનું 6EsKai AI આસિસ્ટન્ટ કોઈ સામાન્ય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફીચર નથી. આ AI આસિસ્ટન્ટ ફીચર ગૂગલના પાર્ટનર Riafy દ્વારા બનાવવામાં આવ્યું છે. મહત્વની અને ખાસ વાત એ છે કે તમે 6EsKai દ્વારા, તમે ફ્લાઇટ ટિકિટ બુક કરી શકો છો, ચેક ઇન કરી શકો છો. આ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી દેશે.

આ પણ વાંચો: Airtel 9 Plan: એરટેલે લોન્ચ કર્યો 9 રૂપિયાનો સસ્તો પ્લાન, મળશે આ લાભ

ઘણી ભાષાઓ ઉપલબ્ધ
IndiGoનું આ નવું 6EsKai ફીચર હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં કામ કરે છે. 6EsKaiના ઉપયોગ માટે તમારે WhatsApp પરથી +917065145858 પર મેસેજ કરવાનો રહેશે. જો તમે વારંવાર ફ્લાઈટ્સ બુક કરો છો તે તમારા માટે આ સરળ રીત આવી ગઈ છે. તમે તમારા પ્રવાસનું ઓયોજન સરળતાથી કરી શકો છો.