December 23, 2024

હવે આકાશમાં ઉડશે સુઝુકી, લાવશે ઇલેક્ટ્રિક હેલિકોપ્ટર

Suzuki e-Air Copter: અત્યાર સુધીમાં તમે સુઝુકીને તેની કાર માટે તમે ઓળખતા હશો. તમને જણાવી દઈએ કે આ કંપની જાપાની છે. એમ છતાં તેણે ભારતમાં મારુતિની સાથે સૌથી મોટી કાર કંપની (મારુતિ સુઝુકી) તરીકે પોતાનો પગ જમાવ્યો છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે પરંતુ હવે તે રોડ પર નહીં પરંતુ હવે સુઝુકીની નજર આકાશ તરફ છે. એટલે કે તે ઉડતા ઇલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધી રહી છે.

ત્રણ લોકો બેસી શકશે
એક માહિતી અનુસાર સુઝુકી ઈલેક્ટ્રિક એર કોપ્ટર બનાવવાની યોજના બનાવી રહી હોવાનું સામે આવ્યું છે. પરંતુ તેની ખાસ વાત એ હશે કે અત્યાર સુધી માર્કેટમાં જે હેલિકોપ્ટર છે તેના કરતા નાનું જોવા મળશે. આ હેલિકોપ્ટરમાં ઓછામાં ઓછા ત્રણ લોકો બેસી શકવાની ક્ષમતા હશે તેવું કહેવામાં આવી રહ્યું છે. કંપની નવા મોબિલિટી સોલ્યુશન્સમાં પ્રારંભિક લીડ મેળવવા માંગે છે.

ગમે ત્યાં લેન્ડિંગ
રિપોર્ટ જે સામે આવી રહ્યા છે તે અનુસાર શરૂઆતમાં તેનેજાપાન અને અમેરિકામાં લાવી શકાય છે. ત્યારબાદ તેને ભારતમાં લાવવામાં આવશે. કોઈ રિપોર્ટનું એવું પણ કહેવું છે કે તે આ ગ્રાઉન્ડ બેઝ્ડ ઉબેર અને ઓલા કારની જેમ જ એર ટેક્સીઓ હોઈ શકે છે. જેના કારણે રસ્તાઓ ઉપર ટ્રાફિકની સમસ્યા દુર કરી શકાય છે. આ” 1.4 ટનના આ એર કોપ્ટરનું ટેક-ઓફ વજન પરંપરાગત હેલિકોપ્ટર કરતા લગભગ અડધું હશે. તે ઘરની છત પરથી ટેક-ઓફ અને લેન્ડિંગ કરી શકશે. મારુતિ ભારતના રોડ પર વર્ષોથી રાજ કરે છે. હવે મારુતિ હવામાં એટલે કે આકાશમાં પણ રાજ કરવા માંગે છે. છત પરથી જ ઉડાન ભરી શકશે તથા ગમે ત્યાં લેન્ડિંગ કરી શકશે.