નો બોલના વિવાદ પર સિદ્ધુના ધારદાર સવાલ, મુદ્દો ટીમને પણ અસરકર્તા
ipl 2024: કોલકાતા નાઈટ રાઈડર્સે ઈન્ડિયન પ્રીમિયર લીગની રવિવારે એક રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને એક રનથી હરાવ્યું, પરંતુ બીજી તરફ KKR સામે વિરાટ કોહલીનો નો-બોલનો વિવાદ ખતમ થઈ રહ્યો નથી. લક્ષ્યનો પીછો કરતા કોહલીએ આરસીબીને પ્રથમ બે ઓવરમાં હર્ષિત રાણા અને મિશેલ સ્ટાર્કની દમદાર સિક્સ સાથે શરૂઆત કરાવી હતી. કોહલી ત્રીજી ઓવરમાં હર્ષિતના ફુલ ટોસ બોલ પર કંટ્રોલ કરી શક્યો ન હતો અને બોલરના હાથે કેચ થયો હતો. આમ તે આઉટ થતા ફેન્સ થોડા સમય માટે નિરાશ થયા હતા. પણ આરસીબીની હારની પ્રક્રિયાથી ઠેસ પહોંચવી એ કોઈ નવી વાત નથી.
The law must change for the better …@imVkohli @IPL pic.twitter.com/cQIWaSxIfc
— Navjot Singh Sidhu (@sherryontopp) April 21, 2024
વિરાટનો આક્રમક અંદાજ
એવો દાવો કરીને રિવ્યુ લીધો કે ફુલ ટોસ બોલ કમરની ઉપર હતો પરંતુ થર્ડ અમ્પાયરે દલીલ કરી કે, કોહલી ક્રિઝની બહાર હતો અને બોલ નીચેની તરફ જઈ રહ્યો હતો. આ માટે કેમેરાને પણ જુદા જુદા દ્રષ્ટિકોણથી ફેરવીને સમગ્ર મામલો ક્લિયર કરાયો હતો. જો કે, કોહલી થર્ડ અમ્પાયરના નિર્ણયથી નાખુશ દેખાયો હતો. તેણે ક્રિઝ છોડતા પહેલા મેદાન પરના અમ્પાયરો સાથે દલીલ પણ કરી હતી. પણ તેનો આક્રમક અંદાજ ફરી પોતાના દાવ માટે હોવાનું જોવા મળ્યું હતું. મેદાનની બહાર નીકળ્યા બાદ તેણે બેટ મારીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. હવે જે બોલ પર કોહલી આઉટ થયો હતો તે નો બોલ હતો કે નહીં તે અંગે, ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી નવજોત સિંહ સિદ્ધુનો બોલને લઈને ઘણા પ્રશ્નો ઉભા કર્યા અને તેને બદલવાની હદ સુધી ગયા.
આ પણ વાંચો: MS ધોની પહેલા બેટિંગ કરવા કેમ નથી આવી રહ્યો?
નવજોતના ધારદાર સવાલ
નિયમ પ્રમાણે, સિદ્ધુએ તે વિડિયોમાં તે બોલ અંગેની દરેક બાબત પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. સિનિયર ક્રિકેટર પોતાની વાત સ્પષ્ટ કરતા કહે છે કે, મારો કહેવાનો મુદ્દો માત્ર વિરાટ માટે નથી પણ સમગ્ર આરસીબીની ટીમ માટે છે. જ્યારે આ નિયમ બનાવવામાં આવ્યો ત્યારે સાત ઈંચ સુધીના કોઈ કદની ચર્ચા થઈ હતી? પણ જ્યારે કોઈ યોર્કરનો બોલ એક હાઈટથી ઉપર આવે છે ત્યારે શું તે યોગ્ય છે? આને કોઈ રીતે કાયદેસર માની શકાય? સિદ્ધુએ ક્રિઝના મુદ્દે પણ દોઢ ફૂટથી બે ફૂટના અંતરની વાત કહીને નિયમ સામે ધારદાર સવાલ કર્યો છે. જોકે, આ અંગે બોર્ડ કે બીજા કોઈ સિનિયર્સની ચર્ચા યોગ્ય છે. કારણ કે, એક હાઈટથી વધારે યોર્કર બોલ બેટરને ઈજાગ્રસ્ત પણ કરી શકે છે.