December 19, 2024

હવે બધાએ જોવું પડશે તમારું WhatsApp સ્ટેટસ!

અમદાવાદ:  WhatsApp આજે સૌથી મોટું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે. દુનિયામાં અને ખાસ કરીને સૌથી વધારે આપણા દેશમાં વધારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. WhatsAppમાં સતત નવા નવા અપડેટ આવી રહ્યા છે. તો ફરી એક વખત નવું અપડેટ આવી ગયું છે.

કંપની સમયાંતરે નવા ફીચર્સ
વિશ્વભરમાં 200 કરોડથી વધુ લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. WhatsApp તેના યૂઝર્સ માટે એક નવું ફીચર લાવી રહ્યું છે. જેના કારણે તમારા સ્ટેટસને સામે વાળા અવગણી શકશે નહીં. અથવા તમે પણ કોઈના સ્ટેટસને અવગણી શકશો નહીં. જ્યાં સુધી તમે તે ફીચરને જોશો નહીં ત્યાં સુધી તમને તે સ્ટેટસ બતાવ્યા રાખશે.

લાવશે આ મોટી સુવિધા
WhatsApp હવે સ્ટેટસ સેક્શનમાં એક એવું ફીચર એડ થવાનું છે. જે તમે સ્ટેટસ રાખશો તે બીજા લોકો સુધી માહિતી પહોંચાડશે. WhatsApp સ્ટેટસ માટે નોટિફિકેશન ફીચર લાવવાનું છે. જ્યારે તમે તમારા વોટ્સએપ પર સ્ટેટસ એડ કરશો તો તમારા કોન્ટેક્ટ્સને નોટિફિકેશન મળશે. આ માહિતીને WhatsAppinfo દ્વારા આપવામાં આવી હતી. યુઝર્સ માટે એક એવી સુવિધા લાવવા જઈ રહ્યું છે જેના દ્વારા દરેકને તમારું સ્ટેટસ જોવાનું જ રહેશે. સુરક્ષા અને પ્રાઈવસીનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આવનારા અપડેટમાં તમે તમારી ચેટને સંપૂર્ણપણે ખાનગી રાખી શકો છો તેવી અપડેટ આવી રહ્યું છે. અત્યાર સુધી કંપની સ્માર્ટફોન માટે ચેટ લોક ફીચર આપવામાં આવી રહ્યું હતું. પરંતુ હવે તમે લિંક્ડ ડિવાઇસમાં પણ ચેટ લોક લાગુ કરી શકો છો.