December 19, 2024

વોટ્સએપ તો હવે તમારૂ મન મોહી લેશે!

અમદાવાદ: વોટ્સએપ સતત તેના વપરાશકર્તાઓ માટે નવા નવા ફીચર્સ લાવે છે. કંપનીએ છેલ્લા 1 વર્ષમાં ઘણા બધા ફેરફારો કર્યો છે. ત્યારે વોટ્સએપ ફરી એક વખત તેના યુઝર્સને નવી સુવિધા આપવા જઈ રહ્યું છે. જે તમારૂ મન મોહી લેશે. આવો જાણીએ એવું તો કેવું આવી રહ્યું છે ફીચર્સ.

એપમાં કેટલાક ફેરફાર
આજના સમયમાં WhatsApp સૌથી મોટી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે. જે સૌથી વધારે વપરાશમાં લેવામાં આવે છે. કોઈ દસ્તાવેજ હોય કે પછી કોઈ પણ માહિતીની આદાન-પ્રદાન કરવાની હોય તેમાં આજે WhatsAppનો જ ઉપયોગ કરવામાં આવે છે. એક અંદાજા પ્રમાણે વિશ્વભરમાં 200 કરોડથી વધુ લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે કંપનીને પણ પોતાના આટલા બધા વપરાશકર્તાનું વિચારવું પડે છે. WhatsApp સ્ટેટસને લઈને  હવે નવું ફીચર લાવ્યું છે.

રાહ જોવી પડશે નહીં
વોટ્સએપમાં હાલમાં 24 કલાક સ્ટેટસ જોવા મળે છે. કોઈ સ્પેશિયલ વ્યક્તિ માટે અમૂક લોકો સ્ટેટસ મૂકતાં હોય છે. વારંવાર લોકો એ પણ ચેક કરતા હોય છે કે તેણે જેના માટે સ્ટેટસ મૂક્યું છે તેણે જોયું છે કે નહીં તેમાં પણ તે વ્યક્તિ તેમનું સ્ટેટસ ના જૂએ તો ઉદાસ થઈ જતા હોય છે. વોટ્સએપે આ સમસ્યાનો તોડ શોધી કાઢ્યો છે. પરંતુ હવે તમારે રાહ જોવાની જરૂર નથી કે જેના માટે વ્હોટ્સએપ સ્ટેટસ પોસ્ટ કરવામાં આવ્યું છે તેણે તે જોયું છે કે નહીં.

ફીચરનું ટેસ્ટિંગ
WhatsApp નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. બીટા યુઝર્સ માટે રોલઆઉટ કર્યું છે. આ ફીચર આવ્યા પછી તમે  જેના માટે સ્ટેટસ મુક્યું છે તે WhatsApp યુઝરને તરત જ તમારા સ્ટેટસની સૂચના મળી જશે. તમને જણાવી દઈએ કે કંપની ઘણા દિવસોથી આ ફીચર પર ટેસ્ટિંગ કરી રહી હતી. વોટ્સએપની વેબસાઈટમાં આપેલી માહિતી પ્રમાણે WhatsAppએ હાલમાં જ WhatsApp Android 2.24.6.19 બીટા અપડેટમાં આ નવું ફીચર રોલઆઉટ કર્યું છે. જો તમારે પણ આ ફીચરને તમારા WhatsAppમાં જોઈએ છે તો તમારે WhatsAppનું બીટા વર્ઝન ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકો છો.