May 6, 2024

યુટ્યુબને મોકલી નોટિસ, અશ્લીલ વીડિયો સામે પગલાં લેવાશે

નવી દિલ્હી :  ડિજીટલ ઇન્ડિયાના સમયમાં હાલ ઘણા એવા માધ્યમો છે જેને લઇને સમાજમાં સારી અસર પડે છે તો બીજી બાજુ કેટલાક કન્ટેન્ટને કારણે ખરાબ અસર પણ પડે છે.  અમુક કન્ટેન્ટ અપલોડ થાય છે જેને કારણે આપણે શરમમાં મુકાઇ જતા હોય છે. આવી સાગ્રમી સામે સરકાર દ્વારા રોક લગાવવના પગલા ખૂબજ જરુરી છે. તાજેતરમાં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ(NCPCR)ના વડા પ્રિયાંક કાનૂનગોએ યુટ્યુબના સરકારી બાબતો અને સાર્વજનિક નીતિના વડા મીરા ચૈટને પત્ર લખીને જણાવ્યું કે યુટ્યુબ પર ચાલી રહેલા એવા તમામ પડકારોની યાદી સાથે 15 જાન્યુઆરીએ રૂબરૂ હાજર થવા જણાવ્યું છે, જેમાં માતા અને બાળકો સાથે સંભવિત અશ્લીલ સામગ્રી બતાવવામાં આવે છે. તાજેતરમાં જ યુટ્યુબ પર માતા અને પુત્રનો એક વાંધાજનક વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ સિવાય યુટ્યુબ પાસેથી સગીરોને લગતી આવી સામગ્રીને શેર કરતી ચેનલોની યાદી પણ માંગવામાં આવી છે. NCPCRએ યુટ્યુબને આવી સામગ્રી દૂર કરવા અને મોનિટરીંગ કરવા કહ્યું છે. NCPCRનું માનવું છે કે આવી સામગ્રી કારણે સમાજમાં ખોટો સંદેશો જાય છે અને નાના બાળકો પર નકારાત્મક અસર કરે છે.