January 19, 2025

PM મોદીએ SC-ST-OBCની અનામત મામલે કોંગ્રેસને ‘સીધું સટ’ પરખાવી દીધુ

પીએમ મોદીએ કહ્યું, 'કોંગ્રેસ જાણે છે કે તે વિકાસમાં મોદી સાથે સ્પર્ધા કરી શકે તેમ નથી.

Lok Sabha Election 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નંદુરબારમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું, ‘જ્યાં સુધી મોદી જીવિત છે ત્યાં સુધી હું કોઈ પણ ધર્મને SC-ST-OBC અનામત નહીં આપવા દઉ.’ તેમણે કહ્યું, ‘હું આ જવાબદારી સાથે કહેવા માંગુ છું. મોદી વંચિતોના અધિકારનો ચોકીદાર છે.’

પીએમ મોદીએ કહ્યું,‘અનામત પર કોંગ્રેસની હાલત ચોર મચાયે શોર જેવી છે. ધર્મના આધારે અનામત બાબા સાહેબની ભાવના અને બંધારણની વિરુદ્ધ છે. પરંતુ દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓનું અનામત છીનવીને તેમની વોટબેંકમાં આપવાનો કોંગ્રેસનો એજન્ડા છે.

પીએમ મોદીએ કહ્યું, ‘કોંગ્રેસ જાણે છે કે તે વિકાસમાં મોદી સાથે સ્પર્ધા કરી શકે તેમ નથી. આથી તેઓએ ચૂંટણીમાં જૂઠાણાની ફેક્ટરી ખોલી છે અને જુઠ્ઠાણા ફેલાવીને મત મેળવવા માંગે છે. ક્યારેક અનામત અંગે જુઠ્ઠુ બોલે છે, તો ક્યારેક બંધારણ અંગે જુઠ્ઠુ બોલે છે. અમને એ પણ ચિંતા હતી કે કોઈ ગરીબ કુપોષણનો ભોગ ન બને. આજે નંદુરબારના 12 લાખથી વધુ લોકોને મફત રાશન મળી રહ્યું છે. એક તરફ ભાજપના પ્રયાસો છે તો બીજી તરફ કોંગ્રેસના પ્રયાસો છે. કોંગ્રેસે ક્યારેય આદિવાસી ભાઈ-બહેનોની પરવા કરી નથી. આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ એનિમિયા એક મોટો ખતરો છે, પરંતુ કોંગ્રેસે આ રોગ પર બહુ ધ્યાન આપ્યું નથી.

આ પણ વાંચો: મુકેશ અંબાણી પોતાના આ કર્મચારીને આપે છે સૌથી વધુ સેલેરી, જાણો કોણ છે તે?

Lok Sabha Elections 2024: પીએમ મોદીનું ચૂંટણી શિડ્યૂલ

1. સવારે 11:30 વાગ્યે મહારાષ્ટ્રના નંદુરબારમાં જાહેર સભા.
2. તેલંગાણાના મહબૂબનગરમાં બપોરે 3:15 વાગ્યે રેલી.
3. હૈદરાબાદ, તેલંગાણામાં સાંજે 5:30 વાગ્યે જાહેર સભા.
4. ભુવનેશ્વર, ઓડિશામાં રાત્રે 8:30 વાગ્યે રોડ શો.