January 24, 2025

કચ્ચાથીવૂ મુદ્દે જયશંકર DMK પર ભડક્યા, કહ્યુ – એમણે મુદ્દો એવી રીતે લીધો જાણે એમની જવાબદારી જ નથી!

અમદાવાદ: ભાજપના નેતા અને વિદેશ મંત્રી એસ. જયશંકરે કચ્ચાથીવૂ મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે કચ્ચાથીવૂ દ્વીપ પર ભારતના અધિકાર છોડવાને લઈ કોંગ્રેસ અને દ્રમુક પર નિશાન સાધ્યું હતું. જયશંકરે કહ્યું કે, 1974માં ભારત અને શ્રીલંકાના વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ સાથે જ એક સમુદ્રી સીમા બનાવવામાં આવી હતી. આ સીમામાં કચ્ચાથીવૂ દ્વીપ શ્રીલંકાના પક્ષમાં ગયું હતું. કોંગ્રેસ અને DMKએ આ મામલાને એવી રીતે જોયો કે જાણે તેમની આ મુદ્દે કોઈ જવાબદારી જ નથી રહી. હું જાણું છું કે આ કોણે કર્યું છે, પરંતુ અમને એ નથી ખબર કે આ કોણે છુપાવ્યું છે. અમારું માનવું છે કે, જનતાને તમામ વસ્તુ જાણવાનો અધિકાર છે કે આ સ્થિતિ કેવી રીતે ઉત્પન્ન થઈ.

કચ્ચાથીવૂ દ્વીપના પર શ્રીલંકા દ્વાર ભારતીય માછીમારોને પકડી જવાના આંકડાઓની જાણકારી આપતા જયશંકરે કહ્યું કે, ગત 20 વર્ષોમાં 6184 ભારતીય માથીમારોને શ્રીલંકા દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન 1175 ભારતીય માછલી પકડવાની બોટને જપ્ત કરવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષમાં કચ્ચાથીવૂ મુદ્દે અને માછીમારો મુદ્દે સંસદમાં અલગ અલગ પાર્ટીઓ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. જે સંસદમાં પ્રશ્નો, ચર્ચાઓ અને સલાહકાર સમિતિની સામે પણ આવ્યો છે. તમિલનાડુના તત્કાલિન મુખ્યમંત્રીએ આ મુદ્દે મને અનેક વખત પ્રશ્નો કર્યા છે. અને રેકોર્ડ અનુસાર મે એક મંત્રી તરીકે મુખ્યમંત્રીને 21 વખત આ મુદ્દા પર જવાબ આપ્યો છે.

વધુમાં જયશંકરે કહ્યું કે, વાસ્તવમાં આજે સત્ય બધાની સામે આવી ગયું છે. આ કોણે કર્યું અને કોણે છુપાવ્યુ એ તમામના નામ આપણી સામે છે. 1974ના કચ્ચાથીવૂ સમજોતા પાછળ કઈ પાર્ટી જવાબદાર છે અને કોણે 1976માં માછીમારોના અધિકાર સમાપ્ત કર્યા. આ તમામ માહિતી આજે આપણી સામે છે. જનતાને આ તમામ વાતની જાણ હોવી જોઈએ. આ સમગ્ર મુદ્દો જનતાનો છે. આ મુદ્દો ઘણા લાંબા સમય સુધી લોકોથી છુપાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: કચ્ચાથીવૂ દ્વીપ મુદ્દે PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું – તેમના પર ભરોસો ન થાય

આઝાદી બાદ પણ જમીનનો આ ટુકડો ભારતના આધીન હતો. પરંતુ શ્રીલંકા આ દ્વીપને લઇ પોતાનો દાવો કરતું હતું. વર્ષ 1974માં આ કરાર અંતર્ગત તત્કાલિન પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીએ આ ટાપુને શ્રીલંકાને સોંપી દીધો હતો. હિંદ મહાસાગરમાં કચ્ચાથીવૂ દ્વીપ ભારતના દક્ષિણ ભાગમાં શ્રીલંકા વચ્ચે સ્થિત છે. આ દ્વીપ પર જ્વાળામુખીના વિસ્ફોટોના કારણે કોઇ રહેતું નથી. જોકે તેના પર સંપૂર્ણ નિયંત્રણ શ્રીલંકાનું જ છે. આ દ્વીપ પર ચર્ચ છે. ખાસ વાત એ છે કે, આ દ્વીપ માછીમારો માટે ખુબ જ ઉપીયોગી છે.

તમિલનાડુમાં ભાજપ અધ્યક્ષ કે અન્નામલાઈએ આરટીઆઇ દ્વારા આ દ્વીપને સોંપવાને લઇ દસ્તાવેજો હાંસલ કર્યા છે. દસ્તાવેજોના હિસાબે આ દ્વીપ ભારતથી 20 કિલોમીટર દૂર સ્થિત છે અને તેનો આકાર 1.9 વર્ગ કિલોમીટરનો છે. ભારતની આઝાદી બાદથી જ શ્રીલંકા એટલે કે ત્યારથી સીલોન તેના પર દાવો કરવા લાગ્યું. 1955માં સીલોનની નેવીએ આ દ્વીપ પર યુદ્ધાભ્યાસ કર્યો. ત્યાં જ ભારતીય નેવીને યુદ્ધાભ્યાસ કરવાથી રોકી દેવામાં આવી હતી.