આ ખેલાડીનો રેકોર્ડ તોંડવો અસંભવ, અત્યાર સુધી કોઈ નથી કરી શક્યું આવું

Rohit Sharma Records: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રોહિત શર્મા તેના રેકોર્ડ માટે જાણીતો છે. તેણે ઘણા એવા રેકોર્ડ બનાવ્યા છે જેને તોડવા ખૂબ જ મુશ્કેલ છે. આજે આપણે રોહિતના એવા રેકોર્ડ વિશે જાણીશું કે જે આજ દિવસ સુધી કોઈ તોડી શક્યું નથી અને આગળ પણ આ રેકોર્ડને તોડવા મુશ્કેલ છે.
રોહિત શર્મા રેકોર્ડ
ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સદી
રોહિત શર્માએ વર્લ્ડ કપ 2019માં પાંચ સદી ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો હતો. આ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેણે 9 મેચમાં 81ની એવરેજથી 648 રન બનાવ્યા હતા. મોટી ટૂર્નામેન્ટમાં સતત રન બનાવવા તે ઘણી મહત્વની વાત કહી શકાય.
સૌથી મોટી ઉંમરનો કેપ્ટન
રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીત્યું છે . આ સાથે તે આ ટાઈટલ જીતનાર આ ટુર્નામેન્ટનો સૌથી મોટી ઉંમરનો કેપ્ટન બન્યો છે. આ રેકોર્ડમાં વિરાટ કોહલી સામેલ નથી, કારણ કે બંને ખેલાડીઓ હવે T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે.
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી
રોહિત શર્માએ T20માં 5 સદી ફટકારી છે જ્યારે વિરાટ કોહલી માત્ર એક સદી ફટકારવામાં સફળ રહ્યો છે. બંને ખેલાડીઓ T-20માંથી સંન્યાસ લઈ ચૂક્યા છે, તેથી હવે વિરાટ આ રેકોર્ડ તોડવામાં સફળ થશે નહીં.
સૌથી વધુ છગ્ગા
રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી 483 મેચમાં 620 છગ્ગા ફટકાર્યા છે, જે એક વિશ્વ રેકોર્ડ પણ છે. વિરાટ કોહલીની વાત કરવામાં આવે તો તે આ મામલે ઘણો પાછળ છે. તેણે અત્યાર સુધીમાં 301 સિક્સર મારી છે.
આ પણ વાંચો: જસપ્રીત બુમરાહે છેલ્લે ક્યારે રણજી મેચ રમી હતી?
ODI ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ
રોહિત શર્માએ 2014માં શ્રીલંકા સામે 264 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. જે ODI ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી ઇનિંગ કહી શકાય. વિરાટ કોહલીનો સર્વોચ્ચ સ્કોર 183 રન છે, જે તેણે 2012માં પાકિસ્તાન સામે બનાવ્યો હતો.