ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર નીતિશ રેડ્ડી કર્યો આ ચમત્કાર, બન્યો ત્રીજો આવો ખેલાડી
IND vs AUS: બોક્સિંગ ડે ટેસ્ટમાં ત્રીજો દિવસ ભારતીય ટીમના ખેલાડી નીતિશ રેડ્ડીના નામે રહ્યો છે. નીતિશે સદી ફટકારીને તેણે નવો રેકોર્ડ બનાવી લીધો છે. નીતીશ રેડ્ડીએ પોતાની ચોથી ટેસ્ટ મેચમાં સદી ફટકારીને શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય બેટ્સમેન
18 વર્ષ 256 દિવસ- સચિન તેંડુલકર, સિડની (1992)
21 વર્ષ 92 દિવસ, રિષભ પંત, સિડની (2019)
21 વર્ષ 216 દિવસ, નીતિશ રેડ્ડી, મેલબોર્ન (2024)
22 વર્ષ 46 દિવસ, દત્તુ ફડકર, એડિલેડ (1948)
આ પણ વાંચો: નીતીશ રેડ્ડી તેમની સદી બાદ તેમના પરિવારને મળ્યો, BCCIએ શેર કર્યો વીડિયો
નીતિશ રેડ્ડીએ સદી ફટકારીને રચ્યો ઇતિહાસ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જત્યો હતો. જેમાં તે ટીમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. સ્ટીવ સ્મિથની સદીની મદદથી 474 રન બનાવામાં ટીમ સફળ રહી હતી. મહત્વની વાત તો એ છે કે આ મેચ દરમિયાન રોહિત શર્મા, વિરાટ કોહલી, પંત બેટ્સમેનો ખરાબ રીતે ફ્લોપ થયા છે. નીતીશ રેડ્ડી 8મા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. નીતિશ રેડ્ડીએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ વખત અડધી સદી ફટકારી હતી.