January 15, 2025

નીતિશ કુમાર રેડ્ડી તિરુપતિ બાલાજીના શરણમાં પહોંચ્યા, વીડિયો વાયરલ

Nitish Kumar Reddy: યુવા ભારતીય ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફર્યો છે. આવીને તે તિરુપતિ બાલાજી મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે પહોંચ્યો છે. ઓસ્ટ્રેલિયાની સામે ભલે ટીમ ઈન્ડિયાનું ખાસ પ્રદર્શન જોવા ના મળ્યું. પરંતુ આ યુવા ખેલાડીએ પોતાના શાનદાર ડેબ્યૂથી બધાને પ્રભાવિત કર્યા છે.

શાનદાર સદી ફટકારીને સનસનાટી મચાવી
નીતિશ કુમાર રેડ્ડીએ ટીમ ઈન્ડિયા માટે પોતાની પ્રથમ ટેસ્ટની બંને ઈનિંગ્સમાં 42-42 રનની ઈનિંગ્સ રમ્યો હતો. તેણે મેલબોર્ન ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી અને સનસનાટી મચાવી દીધી હતી. ત્રીજી ટેસ્ટ મેચમાં સદી ફટકારીને એક મોટું કારનામું કર્યું હતું. ટીમ ઈન્ડિયા જ્યારે મુશ્કેલીમાં હતી તે સમયે તેણે આ ખાસ પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો: શું રોહિત શર્મા રણજી ટ્રોફીમાં વાપસી કરશે?

ભગવાનને શરણે ગયા
ટીમ ઈન્ડિયા ભલે ઓસ્ટ્રેલિયાની સિરીઝમાં હાર મળી. જોકે નીતિશના પિતાનું સપનું હતું કે તેમનો દીકરો એક દિવસ ટીમ ઈન્ડિયા માટે રમે જે આખરે પુર્ણ થઈ ગયું છે. ભારત પરત ફરતાની સાથે તે ભગવાનના દર્શન માટે તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યો હતો. નીતીશ ઘૂંટણિયે સીડી ચડતા હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.