નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી પદેથી આપી શકે છે રાજીનામું
બિહારમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર આજના દિવસે નીતિશ કુમાર મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીને NDAમાં સામેલ થઈ શકે છે. હાલ નીતિશ કુમારે તેમના તમામ સરકારી કાર્યક્રમો સ્થગિત કરી દીધા છે.
ભાજપ સાથે મળીને સરકાર
નીતિશે ભાજપ સાથે મળીને સરકાર બનાવવાના પ્રયાસો તેજ કર્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જેમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ NDAને સમર્થન આપી શકે છે. જેના કારણે નીતિશ કુમારે તેમના તમામ કાર્યક્રમો સ્થગિત કરી દીધા હોવાનું જણાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે નીતિશની સાથે કોંગ્રેસના તૂટેલા ધારાસભ્યો પણ NDAમાં જોડાઈ શકે છે. એનડીએ ગઠબંધનને કોંગ્રેસના 10 ધારાસભ્યોનું સમર્થન મળી શકવાની પુરી સંભાવનાઓ જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કોંગ્રેસના 10થી વધુ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે.
આ પણ વાચો: NDAની આજથી કેરળમાં એક મહિનાની ‘ભારત જોડો યાત્રા’
મહત્વની ભૂમિકા ભજવી શકે
હાલમાં બિહાર વિધાનસભામાં ભાજપ પાસે 78 વિધાનસભાની બેઠકો છે. ત્યારે જેડીયુ પાસે 45 ધારાસભ્યો છે. જ્યારે NDAના સહયોગી પક્ષ HAM પાસે 4 ધારાસભ્યો છે. જો આપણે આ બધાને ઉમેરીએ તો આંકડો 127 પર આવે છે. જો આરજેડી જેડીયુના કેટલાક ધારાસભ્યોને હરાવે છે તો કોંગ્રેસના 10 બળવાખોર ધારાસભ્યો નીતિશ અને ભાજપની સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જેના કારણે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે.
ભાજપે રાજ્ય કારોબારીની બેઠક બોલાવી
બિહાર ભાજપના પ્રદેશ પ્રભારી વિનોદે માહિતી આપતા જણાવ્યું કે બિહાર ભાજપની રાજ્ય કાર્યકારિણીની બેઠક તારીખ 27 અને 28 જાન્યુઆરીએ 2024ના પટનામાં બોલાવવામાં આવી છે. આગામી લોકસભા ચૂંટણી અંગે ચર્ચા કરવા બિહાર ભાજપના નેતાઓએ આ બેઠકનું આયોજન કર્યું છે. બિહારની વર્તમાન રાજકીય સ્થિતિ પર કોંગ્રેસના નેતા પ્રેમ ચંદ્ર મિશ્રાએ કહ્યું કે સત્તામાં રહેલા લોકોએ મૂંઝવણનો અંત લાવવો જોઈએ અને સ્પષ્ટતા લાવવી જોઈએ. અમારા માટે સીએમ નીતિશ કુમાર હજુ પણ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ જ છે.