December 18, 2024

પીએમ મોદીને મળવા પહોંચ્યા નીતીશ કુમાર, અવિશ્વાસ પ્રસ્તાવ પર ક્રોસ વોટિંગનો ડર?

નવી દિલ્હી: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર (Nitish Kumar) આજે દિલ્હીની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન નીતિશ કુમાર પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) સાથે પણ મુલાકાત કરશે. નોંધનીય છે કે નીતિશ કુમારે 12મી ફેબ્રુઆરીએ બહુમત સાબિત કરવાનો છે. માહિતી અનુસાર બીજેપી નેતાઓ સાથેની બેઠક દરમિયાન કેબિનેટની રચના અંગે ચર્ચા થશે. બિહાર (Bihar)માં એનડીએ સરકાર બન્યા બાદ નીતીશ કુમારની આ પહેલી દિલ્હી મુલાકાત છે. છેલ્લી બેઠક ગયા સપ્ટેમ્બરમાં જી-20 સમિટ દરમિયાન થઈ હતી. તે સમયે બિહારમાં મહાગઠબંધનની સરકાર હતી. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાએ સોમવારે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બીજી બાજુ JDUના મંત્રી શ્રવણ કુમારે સીએમ નીતિશની દિલ્હી મુલાકાત પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી સાથે મુખ્યમંત્રીની મુલાકાત એક ઔપચારિકતા છે. તેમણે ફ્લોર ટેસ્ટ અને 12 ફેબ્રુઆરીએ યોજાનારી લોકસભા ચૂંટણી અંગે પણ નિવેદન આપ્યું હતું.

ચૂંટણી સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે
માહિતી અનુસાર નીતીશની બીજેપીના ટોચના નેતાઓ સાથેની બેઠક દરમિયાન રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીને લગતા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. બિહારમાં રાજ્યસભાની છ બેઠકો ખાલી પડી રહી છે, જેના માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. આ છ બેઠકોમાંથી બે હાલમાં જેડીયુ પાસે છે, જ્યારે બે આરજેડીના ખાતામાં છે. જેડીયુના ભૂતપૂર્વ પ્રમુખ બશિષ્ઠ નારાયણ સિંહ અને વરિષ્ઠ નેતા અનિલ હેગડે રાજ્યસભાના સભ્ય છે, જ્યારે આરજેડીની બે બેઠકો મનોજ કુમાર ઝા અને મીસા ભારતી પાસે છે. એક બેઠક ભાજપના સુશીલ કુમાર મોદી પાસે છે, અને એક સીટ કોંગ્રેસ પાસે છે, જે પાર્ટીના રાજ્યના પ્રમુખ અખિલેશ પ્રસાદ સિંહ પાસે છે. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ 2 એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે. માહિતી અનુસાર બંને નેતાઓ વચ્ચે બિહારની રાજનીતિ અને લોકસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણીને લઈને ચર્ચા થઈ શકે છે. CM નીતીશ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની વડાપ્રધાનની માંગને પણ દોહરાવી શકે છે.

નોંધનીય છે કે બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે સોમવારે જણાવ્યું હતું કે તેમની પાર્ટીએ બિહારના હિતમાં નીતીશ કુમારને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં સામેલ કર્યા છે. ગયા મહિને રાજ્યમાં ‘મહાગઠબંધન’ અને વિપક્ષ ‘INDIA’ ગઠબંધન સાથેના સંબંધો તોડી નાખ્યા બાદ જનતા દળ (યુનાઇટેડ)ના વડા નીતિશે નવમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને ભાજપ સાથે નવી સરકારની રચના કરી છે.

વોટિંગમાં નીતિશને ફસાવવાની તૈયારી
આરજેડી નીતિશ કુમારની પાર્ટી જેડીયુના ધારાસભ્યોને લેવાની તૈયારી કરી રહી છે. જેડીયુના કુલ 45 ધારાસભ્યોમાંથી 17 આરજેડીના પ્રભાવમાં આવી ગયા છે. જો આરજેડીની આ યોજના સફળ થાય તો વિધાનસભામાં જેડીયુના અડધા ધારાસભ્યો જ બચશે. આરજેડી પાસે તેના પોતાના અને સમર્થક પક્ષોના 115 ધારાસભ્યો છે. તેમણે કહ્યું કે નીતીશ સરકારને પાઠ ભણાવવા માટે માત્ર સાત-આઠ ધારાસભ્યોની જરૂર છે. બહુમતીના આંકડા સિવાય નીતીશ સરકાર પાસે વધુ સાત ધારાસભ્યો છે. અત્યારે આરજેડીનો ઉદ્દેશ્ય માત્ર સરકારના ફ્લોર ટેસ્ટમાં નીતિશને નીચા દેખાડવાનો છે.