February 3, 2025

નિતીન પટેલે કહ્યું, ભાજપનો નેતા છું કહી અધિકારીઓ પાસે દલાલો બનાવે છે ઓળખાણ

Nitin Patel: નિતીન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. નિતીન પટેલે કહ્યું કે, જમીનના દલાલો તો હોય પણ હવે તો રાજકારણમાં દલાલો છે. ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, ભાજપનો નેતા છું કહી અધિકારીઓ પાસે આ દલાલો બનાવે છે ઓળખાણ.

આ પણ વાંચો: અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો, નુકશાનની ભીતિથી ખેડૂતો ચિંતિત

નિતીન પટેલે આપ્યું નિવેદન
કડી તાલુકાના ડરણ ગામની વિદ્યાલયમાં અમૃત મહોત્સવના લોકાર્પણમાં નિતીન પટેલે નિવેદન આપ્યું છે. નિતીન પટેલે કહ્યું કે, આ જ દલાલો ભાજપની ઓળખાણ આપી તેમનું કામ અધિકારીઓ પાસે કરાવી લે છે ફટાફટ. ભાજપ સરકારે આવા દલાલોને ખૂબ જ મોટા સુખી કરી દીધા અને આ દલાલો દલાલી કરી કરીને ખૂબ જ મોટા કરોડપતિ થઈ ગયા છે.