January 19, 2025

રામાયણના સેટ પરથી ફોટોઝ થયા વાયરલ, જુઓ દશરથ-મંથરા

અમદાવાદ: ડાયરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ રામાયણની શૂટિંગ શરૂ થઈ રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામનો રોલ પ્લે કરતા જોવા મળશે. જ્યારથી આ વાતની જાહેરાત થઈ છે. ત્યારથી આ ફિલ્મને લઈને દરરોજ કંઈકને કંઈક અપડેટ આવી રહ્યા છે. ફેન્સ રણબીર કપૂરને રામ અવતારમાં જોવા માટે ખુબ જ એક્સાઈટેડ છે. આ ફિલ્મ માટે છેલ્લા ઘણા સમયથી રણવીર કપૂર તૈયારી કરી રહ્યા છે. ગત રોજ આ ફિલ્મના સેટ પરથી એક ફોટો લીક થયો હતો. જે બાદ હવે રામાયણના સેટ પરથી એક વીડિયો પણ સામે આવ્યો છે.

રામાયણના સેટ પરથી ફોટો
નિતેશ તિવારીની ફિલ્મના સેટ પરથી કેટલાક ફોટોઝ બાદ વીડિયો પણ વાયરલ થયો છે. આ વીડિયોમાં ખુબ જ ભીંડ જોવા મળે છે. રણબીર કપૂરના ફેન કલ્બ નામના એક્સ એકાઉન્ટ પર ફોટો અને વીડિયો શેર કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં સેટ પરના કેમેરાની સાથે ઘણા લોકો ઊભા હોય તેવું જોવા મળે છે. ફિલહાલ ફિલ્મનું આઉટડોર શૂટ શરૂ થઈ ચૂક્યું છે.

દશરથનો લૂક થયો વાયરલ
રામયણ ફિલ્મના સેટ પરથી ફોટો જુમ ટીવી પર વાયરલ થયા છે. જેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટોઝમાં અરૂણ ગોવિલ લાંબા વાળ અને દાંઢી સાથે મુકુટ પહેરેલા જોવા મળે છે. તેમનુ લૂક ઘણા વૃદ્ધ દેખાતા દશરથ જેવો છે. એક ફોટોમાં ગોવિલની સાથે બે નાના બાળકો પણ જોવા મળી રહ્યા છે. જે ભગવાન રામ અને લક્ષ્મણ હશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: ફોર્બ્સની વિશ્વના અબજોપતિઓની યાદીમાં આ વખતે 200 ભારતીયોના નામ

મંથરા અને કૈકેયીનો લૂક પણ વાયરલ
બીજી તરફ લારા દત્તા પર્પલ કલરની સાડી અને ગોલ્ડન જ્વેલરીમાં જોવા મળી છે. તો તેની સાથે એક્ટ્રેસ શીબા ચઢ્ઢા પણ જોવા મળી છે. શીબા ઘાટ્ટા મરૂન રંગના આઉટફિટમાં જોવા મળે છે. તેને જોઈને લાગી રહ્યું છેકે તે મંથરાનો રોલ પ્લે કરી રહી છે. રામાયણના સેટ પરથી દશરથ, મહેલ જેવી કોઈ ઈમારત જોવા મળી રહી છે. બંને એક્ટરની આસપાસ ક્રૂના લોકો પણ છે. એક ફોટોમાં ડાયરેક્ટર નિતેશ તિવારી પણ જોવા મળી રહ્યા છે.