December 31, 2024

રાત્રે સૂતા પહેલા આ સ્કિન કેર રૂટીનને કરો ફોલો, ચમકી જશે તમારી ત્વચા

Night Skincare Routine: આજના સમયમાં મોટા ભાગના લોકોને ત્વચાની સમસ્યા હોય છે. શું તમે પણ તમારી ત્વચાને ચમકાવા માંગો છો. તો તમે રાત્રે સૂતા પહેલા આ સ્કિન કેર રૂટીનને ફોલો કરો. આ સ્કિન કેર રૂટીન ફોલો કરતા પહેલા  ચોક્કસ તમારા ડોક્ટરની સલાહ લો.

ટોનરનો ઉપયોગ કરો
જ્યારે તમારો ચહેરો શુષ્ક હોય તો તમેચહેરા પર ટોનર લગાવી શકો છો. ટોનર તમારી ત્વચાના પીએચ સ્તરને સંતુલિત કરવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે ટોનરનો પણ ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો: તિરૂમાલાના લાડુનો સ્વાદ દુનિયાભરમાં જાણીતો છે, આ રહી એની મસ્ત રેસીપી

ક્લીનઝરનો ઉપયોગ કરો
તમારી ત્વચા સંભાળ માટે તમારે ચહેરાને સાફ કરીને ક્લીંઝર લગાવવું પડશે. તમારે હળવા હાથે મસાજ કરવાનું રહેશે.તમારે તમારા ફેસને હળવા ગરમ પાણીથી મોં ને ધોવાનું રાખો.

સીરમ વાપરો
આખા ચહેરા પર તમારે હળવા હાથે સીરમના એક કે બે ટીપાં નાંખીને લગાવવાનું રહેશે. ખીલ અને કરચલીઓ જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓથી તમને છુટકારો મેળવી શકે છે. તમારા ચહેરા પર સીરમ અસરકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: દૂધમાં કેળા ભેળવીને ખાવાથી ફાયદો થાય છે કે નુકસાન?

મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો
છેલ્લે તમારા ચહેરા પર મોઇશ્ચરાઇઝર લગાવવાનું રહેશે. રાતના સમયે તમારે મોઇશ્ચરાઇઝર સાથે સૂવાથી તમારી ત્વચાને હાઇડ્રેશન મળશે. જેનાથી તમારી શુષ્કતા દૂર કરી શકે છે.

ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે તમામ બ્યુટી પ્રોડક્ટ્સ સારી ગુણવત્તાની હોવી જરૂરી છે. પ્રોડક્ટ્સ ખરીદતી વખતે તમારે તમારા ડોક્ટરની સલાહ ચોક્કસ રહેશે.