January 22, 2025

NIAએ પ્રવીણ નેટ્ટારુ હત્યા કેસમાં અતીક એહમદ નામના મુખ્ય આરોપીની ધરપકડ કરી

પ્રવીણ નેટ્ટારુ હત્યા કેસ: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પ્રવીણ નેટ્ટારુ હત્યા કેસમાં એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. જુલાઈ 2022માં કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના બેલ્લારે ગામમાં પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના સભ્યો દ્વારા નેટ્ટારુની ક્રૂર હત્યાના કેસમાં ધરપકડ કરાયેલ અતીક અહેમદ 21મો આરોપી છે.

અતીકે PFI નેતૃત્વના માર્ગદર્શન હેઠળ આ કેસમાં મુખ્ય કાવતરાખોર તરીકે ઓળખાતા મુસ્તફા પૈચરને આશ્રય આપ્યો હતો અને મદદ કરી હતી. મુસ્તફાએ PFI એજન્ડાના ભાગરૂપે હત્યાનું આયોજન કર્યું હતું અને તેને અંજામ આપ્યો હતો, જેથી લોકોમાં ભય અને સાંપ્રદાયિક અશાંતિ ફેલાઈ શકે.

હુમલા પછી મુસ્તફા ફરાર થઈ ગયો હતો અને અતીકે તેની હિલચાલમાં મદદ કરી હતી. જેમાં તેને ચેન્નાઈ લઈ જવામાં પણ સમાવેશ થાય છે. મે 2024માં મુસ્તફાની ધરપકડ થાય ત્યાં સુધી તેણે કાયદાથી બચવામાં મદદ કરી હતી.

NIAએ ઓગસ્ટ 2022માં સ્થાનિક પોલીસ પાસેથી કેસ સંભાળ્યો હતો, તેને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે PFIએ ગુપ્ત ટીમો બનાવી હતી. જેને “PFI સર્વિસ ટીમ્સ” તરીકે ઓળખવામાં આવે છે અને શસ્ત્રો અને દેખરેખમાં તાલીમ આપવામાં આવી હતી, જેથી તેઓ નેટ્ટારુ જેવી લક્ષિત હત્યાઓ કરી શકે. એજન્સી બાકીના છ આરોપીઓને શોધવા માટે તેની તપાસ ચાલુ રાખી રહી છે, જેમની સામે ઇનામ જાહેર કરવામાં આવ્યા છે.