December 28, 2024

જામનગરમાં ન્યૂઝ કેપિટલનું રિયાલિટી ચેક, ખુલ્લી ગટરોથી તંત્રની ખૂલી ગઈ પોલ

સંજય વાઘેલા, જામનગર: નવસારીના બીલીમોરામાં ખુલ્લી ગટરમાં પડી જવાથી છ વર્ષની બાળકીનું મોત થયું છે. જામનગર શહેરમાં ન્યુઝ કેપિટલના રિયાલિટી ચેકમાં અનેક જગ્યાએ ખુલ્લી ગટરો હોઈ તેવું સામે આવ્યું છે. ખુલ્લી ગટરને કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જામનગરમાં ગુરુદ્વારા વિસ્તાર પાસે છેલ્લા એક મહિનાથી ખુલ્લી ગટર છે.

અહીં સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા એક મહિનાથી આવી રીતે ખુલ્લી ગટર રહેલી છે. નવાઈની વાત તો એ છે કે આ ખુલ્લી ગટરની સામે જ એક ઇન્સ્ટિટયૂટ આવેલું છે જેમાં ધોરણ એક થી 10 સુધીના બાળકો અભ્યાસ કરવા માટે આવે છે. ખુલ્લી ગટરના કારણે કોઈ પણ સમયે અકસ્માત થવાનો ભય છે. નવસારીના બીલીમોરા જેવી ઘટના જ જામનગરમાં સર્જાય તો નવાઈ નહીં.